કેન્દ્ર સરકારે 6.50 કરોડ લોકોને પીએફ વ્યાજ દર વધારાની ભેટ આપી છે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે આ વાતનું એલાન કર્યું હતું.
કેન્દ્ર સરકારે પીએફ ખાતાધારકોને એક મોટી ભેટ આપતાં પીએફના વ્યાજદરમાં વધારો જાહેર કર્યો છે. કેન્દ્ર સરકાર હેઠળના એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) એ નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ ખાતા માટે 8.15 ટકા વ્યાજ દર જાહેર કર્યો છે, જે અગાઉ 8.10 ટકા હતો. નવી
આ માટે ઈપીએફઓએ દરેક સભ્યના ખાતામાં વ્યાજ જમા કરાવવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. બોર્ડ ઓફ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને નાણાકીય વર્ષ 2022-23 માટે ઈપીએફ એકાઉન્ટ પર 8.15 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો અને તેને નાણાં મંત્રાલયની મંજૂરી મળી ગઈ છે.
- Advertisement -
ક્યારથી ખાતામાં આવશે પૈસા
પીએફ ખાતાધારકોના ખાતામાં વ્યાજના પૈસા ઓગસ્ટ 2023થી પહોંચવા લાગશે.
કયા વર્ષમાં કેટલો હતો વ્યાજ દર
નાણાકીય વર્ષ 2021-22 માટે, ઇપીએફઓએ ઇપીએફ ખાતા માટે વ્યાજ દર 8.10 ટકા નક્કી કર્યો હતો. આ લગભગ 40 વર્ષમાં સૌથી ઓછો વ્યાજ દર છે. 1977-78માં ઈપીએફઓએ 8 ટકા વ્યાજ દર નક્કી કર્યો હતો. પરંતુ ત્યાર બાદ તે સતત 8.25 ટકા કે તેથી વધુ રહ્યો છે. 2018-19માં વ્યાજ દર 8.65 ટકા, 2017-18માં 8.55 ટકા, 2016-17માં 8.65 ટકા અને 2015-16માં 8.8 ટકા હતો.
Govt approves 8.15% return on #EPF for #FY23@ZeeBusiness @socialepfo pic.twitter.com/io2XATGTbm
- Advertisement -
— Ambarish Pandey (@pandeyambarish) July 24, 2023
કેટલો કપાય છે પીએફ
કર્મચારીના પગાર પર 12 ટકાની કપાત ઇપીએફ ખાતા માટે છે. એમ્પ્લોયર દ્વારા કાપવામાં આવેલા કર્મચારીના પગારનો 8.33 ટકા હિસ્સો ઇપીએસ (એમ્પ્લોયી પેન્શન સ્કીમ) સુધી પહોંચે છે, જ્યારે 3.67 ટકા ઇપીએફ સુધી પહોંચે છે.
કેવી રીતે ચેક કરી શકાય પીએફ બેલેન્સ
પીએફ ખાતાધારકો સરળ રીતે તેમનું પીએફ એકાઉન્ટનું કરન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. આ માટે ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. ઉમંગ એપ, વેબસાઇટ અથવા તમારા મોબાઇલ ફોનથી એસએમએસ મોકલીને તમે જાણી શકો છો.
કેટલા છે પીએફ ખાતાધારકો
દેશભરમાં હાલમાં લગભગ 6.5 કરોડ પીએફ ખાતાધારકો છે જેમને ઓગસ્ટ 2023થી તેમના ખાતામાં વ્યાજ મળવાનું ચાલું થઈ જશે.