સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્ર્ને નીતિન ગડકરીનો જવાબ
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના હાઈવે પરથી 20,383 કરોડનો ટોલ વસૂલાયો; અમદાવાદ-રાજકોટ અને મુંબઈ-અમદાવાદ સહિતના મહત્ત્વના પ્રોજેકટ્સની સમયમર્યાદા જાહેર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી કુલ 20,383 કરોડ રૂપિયાનો ટોલ વસૂલ્યો છે. તેની સામે આ જ સમયગાળામાં રાજ્યમાં હાઈવેના વિકાસ અને જાળવણી માટે વસૂલાત કરતા બમણાથી વધુ એટલે કે 47,236 કરોડ રૂપિયાના ભંડોળની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ 11 માર્ચ 2026ના રોજ આ માહિતી આપી હતી.
પરિમલ નથવાણીએ ગુજરાતના મુખ્ય હાઈવે પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ, તેના બાંધકામની સમયમર્યાદા અને ખાસ કરીને ભરૂચ-સુરત તેમજ અમદાવાદ-હિંમતનગર હાઈવે પર પડેલા ખાડાઓ અંગે સરકાર દ્વારા લેવાયેલા પગલાં વિશે વિગતો માંગી હતી. જેના જવાબમાં મંત્રીએ વિવિધ રૂટ પર ચાલી રહેલા કામોની વિગતવાર માહિતી રજૂ કરી હતી. નેશનલ હાઈવે-48 (ગઇં-48) ના વાપી-સુરત અને સુરત-ભરૂચ સેક્શન અંગે મંત્રીએ જણાવ્યું કે, સિક્સ-લેનિંગનું કામ પૂર્ણ થયા બાદ હાલ આ રસ્તાઓ પર્ફોર્મન્સ બેઝ્ડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હેઠળ જાળવણીમાં છે. અહીં 16 પુલ અને ફ્લાયઓવરનું કામ પ્રગતિમાં છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. તેવી જ રીતે ભરૂચ-વડોદરા સ્ટ્રેચ પર 7 પુલ અને અંડરપાસનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. અન્ય મહત્વના રૂટની સ્થિતિ જોઈએ તો, શામળાજી-મોટા ચિલોડા વચ્ચેના સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ કરાશે. ગઇં-27 પર રાજકોટ-જેતપુર સેક્શનનું સિક્સ-લેનિંગ કામ જાન્યુઆરી 2027 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. જ્યારે રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ હાલ ગુજરાત સરકારના અધિકારક્ષેત્રમાં છે અને રાજ્ય સરકાર પોતાના બજેટ દ્વારા તેનું કામ કરી રહી છે. આ ઉપરાંત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું કામ માર્ચ 20 ભજ્ઞિિંંફલય 8 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.



