એન્ફોર્સમેન્ટ વિભાગના વડા સંજય મિશ્રાને ત્રીજા એકસટેન્શનનો ઈન્કાર કરી તા.31 જુલાઈ સુધીમાં તેઓને હોદો છોડવા સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ સામે કેન્દ્ર સરકાર ફરી સર્વોચ્ચ અદાલતમાં પહોંચી છે અને તેમને નવેમ્બર સુધી આ હોદા પર ચાલુ રાખવા માંગણી કરી છે.
2018માં સંજય મિશ્રાની ઈડીમાં નિયુક્તિ બાદ તેઓની બે વખત મુદત વધારીને નવે 2023 સુધી ઈડી વડાના હોદા પર રહી શકે તે કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો હતો તેને સુપ્રીમમાં પડકારતા સર્વોચ્ચ અદાલતે ત્રીજુ એકસટેન્શન નકારી મિશ્રાને હોદો છોડવા જણાવ્યું હતું.
- Advertisement -
સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં ઈડી સીબીઆઈ સહિતની સંસ્થાઓમાં કોઈ અધિકારીની નિવૃતિ બાદ વધુમાં વધુ બે વર્ષ એકસટેન્શન આપી શકાય તે સુધારો માન્ય રાખ્યો હતો પણ મિશ્રાને ત્રીજા વર્ષનું એકસટેન્શન મળ્યું તે નકાર્યુ હતું.