બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ ગઈ છે અને ખૂબ જલ્દી બંને લગ્ન બંધનમાં બંધાશે.
અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પોતાના જોડિયા બાળકો સાથે ભારત આવી છે અને અંબાણી પરિવારે ઈશા અને તેના બાળકોના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરી હતી.
- Advertisement -
Rajasthan | Anant Ambani visited Shrinathji Temple in Nathdwara, Rajasmand district. pic.twitter.com/ZWKGYn1ON0
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 29, 2022
- Advertisement -
હવે અંબાણી પરિવારએ બીજા સારા સમાચાર આપ્યા છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ થઈ ગઈ છે અને ખૂબ જલ્દી બંને લગ્ન બંધનમાં બાંધવવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકાની સગાઈને પહેલી તસવીર સામે આવી છે અને એ સાથે જ તે ખૂબ વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે તેમની સગાઈ વિધિ શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.
જો કે અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. મળતી જનકરી અનુસાર અનંત અને રાધિકા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને રાધિકા અંબાણી પરિવારના દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળતી હતી. હવે બહુ જલ્દી તે અંબાણી પરિવારની નાની વહુ બનશે.
Heartiest congratulations to dearest Anant and Radhika for their Roka ceremony at the Shrinathji temple in Nathdwara. May Lord Shrinath ji’s blessings be with you always. #AnantAmbani pic.twitter.com/BmgKDFsPYh
— Parimal Nathwani (@mpparimal) December 29, 2022
કોણ છે રાધિકા મર્ચન્ટ?
તમને જણાવી દઈએ કે રાધિકા વિરેન મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ એક હેલ્થકેર ફર્મના CEO છે અને રાધિકાએ પોલિટીક્સઅને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે જ 2017 માં તે ઇસ્પ્રાવા ટીમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે જોડાયો. રાધિકા અને અનંત એકબીજાને બાળપણથી ઓળખે છે અને વર્ષ 2018માં બંને એક સાથે ફોટો પણ વાયરલ થયો હતો.