જૂનાગઢ ગિરનાર તપોભૂમિ પર ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે
ગુરુ પૂજન સાથે સંતવાણી, ભોજન-મહાપ્રસાદનું આયોજન
દત્ત-દાતારની પાવન ભૂમિમાં ગુરુપૂર્ણિમા પર્વે ગુરુ વંદના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ તપો ભૂમિમાં ગુરુપૂર્ણિમા પર્વે ભાવ વંદના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં ગિરનાર દત્ત શિખર, અંબાજી મંદિર અને ઉપલા દાતાર સાથે ભવનાથ તળેટીમાં આવેલ શ્રી ગૌરક્ષનાથ આશ્રમ મહંત શેરનાથબાપુની નિશ્રામાં ઉજવાશે તેમજ ભારતી આશ્રમ, ભવનાથ મહાદેવ મંદિર તેમજ પૌરાણીક આમકુ દાતારેશ્વર મહાદેવ કાશ્મીરી બાપુ આશ્રમમાં ગુરૂવારે ગુરૂપૂર્ણિમાં પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં ગુરુના સમાધિ સ્થળે વિશેષ પૂજન અર્ચન સાથે ગુરુ વંદના સહીત ધાર્મિક કાર્યક્રમો સાથે ભાવિકો અને સેવકો દ્વારા ભવ્ય ઉજવણી કરાશે. સોરઠ પંથકના તમામ ધાર્મિક જગ્યા તેમજ આશ્રમોમાં વેહલી સવારથી ગુરુ પૂજન સાથે સંતવાણી તથા ભોજન – પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દૂર દૂરથી ભક્તજનો ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ધાર્મિક જગ્યા ખાતે પધારશે અને ગુરુ પૂજન કરીને ઉજવણીમાં જોડાશે જયારે જુનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં ગુરુવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવા જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે સવારે 10 વાગે બંને ગુરુવર પુજય પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન અને બપોરે મહાપ્રસાદનું આયોજન તેમજ રાત્રીના ભજન સંધ્યા સંતવાણીના કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો ભજનની રમઝટ બોલાવશે તો આ પ્રસંગે સર્વે દાતાર પ્રેમી અને દાતાર સેવકો ને પધારવા મહંત શ્રી ભીમબાપુ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શ્રી મનોકામના સિધ્ધ સરકડિયા હનુમાનજી મંદિરના સેવક ગણોને સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે ગુરુવારના રોજ ગુરુ પુનમ નિમિત્તે ગુરૂ પુજન, હનુમાન ચાલીસાના પાઠ અને ઘૂન તેમજ બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો આપ સર્વેને સહ પરિવાર સાથે આ પ્રસંગમાં હાજર રહેવા શ્રી તેજસદાસ બાપુ ગુરુ શ્રી હરિદાસ બાપુ સિધ્ધ સરકડિયા હનુમાનજી મંદિર તરફથી હાર્દિક આમંત્રણ છે.
જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ પૌરાણીક આમકુ દાતારેશ્વર મહાદેવ કાશ્મીરી બાપુ આશ્રમમાં ગુરૂવારે ગુરૂપૂર્ણિમાં પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સવારે ગુરૂ સમાધી પૂજન, બપોરે ભોજન અને રાત્રિના સંતવાણીના કાર્યક્રમો યોજાશે. આ અંગે ભવનાથ સ્થિત આમકુ ખાતે દાતારેશ્વર મહાદેવ આશ્રમના મહંત 1008 નર્મદાપુરી માતાજીએ જણાવ્યું હતું કે, 10 જૂલાઈ ગુરૂવારે દાતારેશ્વર મહાદેવ આશ્રમમાં ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવશે. ઉજવણીમાં સવારે બ્રહ્મલીન ગુરૂ મહારાજ કાશમીરી બાપુની સમાધીનું પૂજન કરવામાં આવશે. બાદમાં બપોરના ભાવિકો માટે ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંતવાણી, ભજન સંધ્યાનો કાર્યક્રમ રજૂ થશે તેમજ ગુરૂપૂર્ણિમાની ઉજવણીના પાવન પ્રસંગે ગુરૂજીની સમાધીનું પૂજન, ભોજન-પ્રસાદ અને સંતવાણી ભાવિકોને ભજન, ભોજન અને ભક્તિનો લાભ લેવા દ્વારા મંહત શ્રી 1008 શ્રી નર્મદાપુરી માતાજી ગુરૂ શ્રી કાશમીરી બાપુ દ્રારા તથા સેવકગણ દ્રારા હાદિક નિમંત્રણ પાઠવામા આવે છે. વાઘેશ્વરી માતાજી મંદિરમાં વર્ષોની પરંપરાઓ મુજબ ગુરુવારના રોજ અષાઢી પૂનમ (ગુરુપૂર્ણિમા)ના દિવસે વાઘેશ્વરી માતાજીના પાટોત્સવનો દિવસ હોઈ તો માતાજીના મંદિરમાં વહેલી સવાર થી મંગળા આરતી, શૃંગાર દર્શન અને માતાજીના નવચંડી યજ્ઞનો કાર્યક્રમ રાખેલ છે. જે યજ્ઞનું બીડું બપોરે 1:30 કલાકે હોમાશે. ત્યારબાદ સાંજે માતાજીના મંદિર પરિસરમાં માતાજીના બેઠા ગરબા નો કાર્યક્રમ સાંજે 5:30 થી 7:30 સુધી રાખવામાં આવેલ છે. જેમાં દર્શનાર્થીઓ અને માઇભક્તો ને યજ્ઞ અને દર્શન નો લાભ લેવા વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટના ટ્રષ્ટી મુકેશભાઈ રાજપરા, વિજયભાઈ કીકાણી અને શ્રીમતી રમીલાબેન વેડીયા આમંત્રણ પાઠવે છે.