ખાસ-ખબર સંવાદદાતા
આજે 5 જૂન 2022 વિશ્વ પર્યાવરણ દિવસની એક માત્ર પૃથ્વી ની થીમ નિમિત્તે વેસ્ટર્ન રેલવેના રાજકોટ ડિવિઝન નાં કેરેજ અને વેગન ડેપો દ્વારા પિટ લાઇન અને તેની આસપાસની સમગ્ર જગ્યાઓ પર સઘન વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન સદભાવના ટ્રસ્ટના સાથ સહકાર થકી સફળ રીતે કરવામાં આવ્યુ તેમજ વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે ઘગકઢ ઘગઊ ઊઅછઝઇં થીમ વાળી ટોપીઓ તથા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત મંડલ રેલ પ્રબંધક અનિલ કુમાર જૈન હસ્તે વૃક્ષ વાવી વૃક્ષારોપણ કરી કરવામાં આવી, આ પ્રસંગે અઉછખ ગોવિંદ પ્રસાદ સૈની, જિ. ઉઊગ રાજકુમાર એસ. જછ ઉખઊ સંતોષ કુમાર મિશ્રા તથા અઉખઊ-1 દ્વીપ સબાપરા અને અઉખઊ-2 અતુલ કુમાર ટ.જ એ હાજરી આપી સઘન વૃક્ષારોપણ નાં કાર્યક્રમને સફળ બનાવ્યો તેમજ તેના સમગ્ર સારસંભાળ અને ઉછેર કરવાની નેમ લેવામાં આવી તેમજ મંડલ રેલ પ્રબંધક દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે પોતાની જાગૃકતા ફેલાઈ તેવો સંદેશો આપ્યો તેમજ આપણા સૌ નાં જન્મ દિવસ એ ઓછામાં ઓછા 10 વૃક્ષ લગાવી તેની દેખભાળ રાખવી જોઈએ.
- Advertisement -
એવી અપીલ કરી તેમજ સૌ ને આશ્વાસન આપ્યું કે રેલવે ન માત્ર પર્યાવરણ દિવસ નિમિત્તે પણ વર્ષ માં વખતો વખત અનેક વાર વૃક્ષારોપણ ને લાગતાં આવા જ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજી ભારતીય રેલવેને હરિયાળું બનાવવા પર પોતાની બુલંદ વિશ્વાસ વ્યકત કર્યો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પ્રમુખ અતુલ કોઠારી, ડેપો ઇન્ચાર્જ સંજીવ ઇંગલે, દેવાંશુ રોય જજઊ, અનુભવ કુમાર , તેમજ અન્ય સહ કર્મચારીઓ દ્વારા ખૂબ જ અસરકારક કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી.