ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ સંસ્કૃત વિશ્ર્વવિદ્યાલય પરિસરમાં સ્નાતક અનુસ્નાતક વિભાગ દ્વારા એનએસએસ દ્વારા વિશ્વસિંહદિવસનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ પ્રો. ડો. લલિતભાઈ પટેલ, કુલસચિવ ડો.દશરથભાઇ જાદવ સાહેબ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ વિશ્ર્વસિંહદિવસમાં ઉત્સાહભેર ભાગ લીધો. આ દરમ્યાન એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. તેમજ સરકારના આદેશ મુજબ ઓનલાઇન કાર્યક્રમનું આયોજન હતું. જેમાં વિશ્વવિદ્યાલય પરિવારે ઉપસ્થિત રહી વિશ્ર્વસિંહ દિવસનો મહિમા જાણ્યો. આમ, વિશ્ર્વસિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી વિશ્ર્વવિદ્યાલય પરિસરમાં કરવામાં આવી.