દુબઈમાં રમાયેલ ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટીંગ કરી ભારતને પાકિસ્તાન સામે જીત અપાવી છે. પાકિસ્તાન સામે ભારતની જીત થતા સમગ્ર દેશમાં લોકોએ ફટાકડા ફોડી ભારતની જીતની ઉજવણી કરી હતી. અમદાવાદ સહિત નાગપુર, રાંચીમાં લોકો રોડ પર ઉતરી આવી જીતની ઉજવણી કરી હતી.
ભારતે પાકિસ્તાનને ચેમ્પિયન ટ્રોફીમાં હરાવતા મહારાષ્ટ્નાં નાગપુરમાં લોકોએ ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી હતી.
દુબઈમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું છે. એક ચાહકે કહ્યું હતું કે ભારત જીતવા જઈ રહ્યું છે.
- Advertisement -
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું ત્યારે મુંબઈમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો.
દુબઈ: ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું છે. એક ક્રિકેટ ચાહક કહે છે, “આ એક અદ્ભુત મેચ હતી…અમને ટીમ ઈન્ડિયા ખૂબ ગમે છે…”
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું ત્યારે સિલિગુડીમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો.
- Advertisement -
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું છે. ત્યારે જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યું. ત્યારે રાંચીમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો.
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ભારતે જીત મેળવી હતી. જે બાદ સ્ટેડિયમની બહાર ચાહકોનો ઉત્સાહમાં આવી જવા પામ્યા હતા.




