રાસ-ગરબા, રામામંડળ અને મટકીફોડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
- Advertisement -
જય દ્વારકાધીશ હોટલ ગ્રુપના આંગણે શ્રી કૃષ્ણ જન્મોત્સવ તેમજ રાસગરબા તથા મટકીફોડનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે જય દ્વારકાધીશ હોટલ ગ્રુપ તરફથી સૌ ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથે પધારવા આમંત્રણ પાઠવાયું છે. આગામી તા. 24 શનિવારના રોજ સાંજે 6-00 સાંજે ભવ્ય દર્શનનો શુભારંભ થશે. તા. 25 રવિવારે રાત્રે 8-00 કલાકે જય ખોડલ મંડળ ભાડલા દ્વારા રામામંડળનો કાર્યક્રમ યોજાશે, તા. 26 સોમવારે રાત્રે 9-00 કલાકે રાજકોટના પ્રખ્યાત કલાકારો સાથે રાસની રમઝટ બોલશે. જેમાં પ્રખ્યાત દાંડિયા કિંગ રાહુલ મહેતા ભૂદેવ, દેવ ભટ્ટ, મોન્ટુ મહારાજ, વૈશાલી ગોહિલ, સ્વાતિ પ્રજાપતિ, વિશાલ વરૂ, જાગૃતિ ગોહિલ, અશ્ર્વિન મેવાડા વગેરે જમાવટ કરશે. તા. 26-8 સોમવારે રાત્રે 12-00 કલાકે દહીં હાંડી ઉત્સવ ઉજવાશે. આ પ્રસંગે પ.પૂ. ગોસ્વામી 108 શ્રી કૃષ્ણકુમારજી મહોદય તથા વૈષ્ણવ આચાર્ય પ.પૂ. ગોસ્વામી 108 આશ્રયકુમારજી મહોદય (કડી, અમદાવાદ)ના આશીર્વાદ પ્રાપ્ત થશે.
આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પરસોતમભાઈ રૂપાલા, ભાનુબેન બાબરીયા, રામભાઈ મોકરીયા, જયેશભાઈ રાદડીયા, રાજદિપસિંહજી જાડેજા, ઉદયભાઈ કાનગડ, મુકેશભાઈ દોશી, બ્રજેશકુમાર ઝા, દર્શિતાબેન શાહ, નયનાબેન પેઢડિયા, કિરણબેન માકડીયા, જયમીનભાઈ ઠાકર, ધવલ ભુવાજી, કિશનભાઈ ટીલવા, સહદેવસિંહ ડોડીયા સહિત અનેક સાધુ-સંતો મહંતો, રાજકીય આગેવાનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની જહેમત કાનાભાઈ બાંભવા, બ્રિજેશભાઈ પડીઆ, મયુરભાઈ નથવાણી તથા જય દ્વારકાધીશ હોટલ ગ્રુપ પરિવાર ઉઠાવી રહ્યા છે.
આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની કાનાભાઈ બાંભવા, બ્રિજેશભાઈ પડીઆ, મયુરભાઈ નથવાણી, પ્રદિપભાઈ ભીંડોરા, ચિરાગભાઈ પોપટ, રામભાઈ બાંભવા, જતીનભાઈ ઉનડકટે મુલાકાત લીધી હતી.