જિલ્લામાં 10 હજાર બાળકોને ધો.1માં પ્રવેશ અપાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં આવતીકાલથી શાળા પ્રવેશોત્સોનો પ્રારંભ થશે. જૂનાગઢ જિલ્લામાં ધોરણ 1માં અંદાજે 10 હજાર બાળકોને પ્રવેશ આપવામાં આવશે.આ ઉપરાંત કરોડ રૂપિયાનાં વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. શાળા પ્રવેશોત્સવને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
- Advertisement -
પાંચ વર્ષની વયના તમામ બાળકોનું નામાંકન થાય તે માટે જૂનાગઢ જિલ્લામાં તા.23, 24 અને 25 જુનના શાળા પ્રવેશોત્સવ યોજાશે. જેમાં જિલ્લાના પ્રભારી મંત્રી, પશુપાલન મંત્રી, કલેકટર તેમજ અન્ય અધિકારીઓ જોડાશે, ત્રણ દિવસના પ્રવેશોત્સવ માટે 65 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અને ત્રણ દિવસ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ દસ હજાર બાળકોને સરકારી શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે, તેવો દાવો કરવામાં અવ્યો છે. આ ઉપરાંત શાળાઓના ઓરડા બનાવવા તેમજ અન્ય કામ કરોડ મંજૂર કરાયા છે. જેનું શાળા પ્રવેશોત્સવ દરમ્યાન ખાતમુહૂર્ત કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.