રાજકોટની 150થી વધુ મંડળીઓ સપ્તાહની ઉજવણીમાં જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા. 14-11થી 20-11 પૂરા રાજ્યમાં સહકાર સપ્તાહ ઉજવાઈ રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગર અને તેના ચાર વિભાગોની ટીમ સ્વતંત્ર રીતે સહકારિતા ને લોકભોગ્ય બનાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરનાર છે, જેમાં રાજકોટની 150થી વધુ મંડળીઓ જોડાશે. પ્રથમ દિવસે સહકારનો સપ્તરંગી ધ્વજ આરોહણ માધવ ભવન ખાતે થશે. બાદમાં ચારેય ઝોનમાં પ્રશિક્ષણ કાર્યક્રમો તથા સહકાર મિલન સ્નેહમિલન જેવા સમારોહ યોજાશે. સંપર્ક, સેવા, અને સમર્પણનું ત્રિવેણી સંગમ સહકાર ભારતી. સહકારી ક્ષેત્રે વિશ્ર્વનું સૌથી મોટું સંગઠન, જેની સ્થાપના 11 જાન્યુઆરી 1979ના રોજ પ.પૂ. શ્રી લક્ષ્મણરાવ ઈનામદાર (વકીલસાહેબ)એ કરી હતી.
- Advertisement -
‘વિના સહકાર નહીં ઉદ્ધાર’ના સૂત્રને આત્મસાત કરી કાર્યકર્તા ઘડતરના અભિગમ માટે એક પંક્તિ ઉમેરી ‘વિના સંસ્કાર નહીં સહકાર’ જે કેન્દ્ર સરકાર દ્વારા સહકારથી સમૃદ્ધિરૂપે પ્રચલિત થયું. સહકાર ભારતી, રાજકોટ મહાનગરના અર્બન કોપરેટીવ બેંક પ્રકોષ્ઠ દીપકભાઇ પટેલ તથા દીપકભાઇ મકવાણા દ્વારા રાજકોટની બધી સહકારી બેંકોનો સંપર્ક કરી સહકાર ભારતી પરિચય પુસ્તિકા વિતરણ કરવામાં આવશે.
તા. 14-11-2024 ગુરૂવાર સવારે 8-30 વાગે, સહકાર ધ્વજારોહણ ડો. પ્રકાશભાઈ મોઢાના અધ્યક્ષસ્થાને માધવ શરાફી મંડળી સ્વામિનારાયણ મંદિર સામે, તા. 15-11-2024 શુક્રવાર સાંજે 6-00 કલાકે ઉત્તર ઝોન ધારાસભા-71 વિસ્તાર વક્તા કમલેશભાઈ બલભદ્ર ર મારુતિ વિસ્તાર કુટુંબ પ્રબોધન સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આન ક્રેડિટ કો. ઓ. સોસાયટી સુવર્ણ ભૂમિ કોમ્પલેક્ષ, એફ-33, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે સ્પીડવેલ ચોક અંબિકા ટાઉન સ્વીપ, મવડી ખાતે અને તા. 16-11-2024 શનિવાર સાંજે 6 થી 8 સહકારી શ્રેષ્ઠીઓનું સ્નેહમિલન, પૂર્વ ઝોન, ધારાસભા-68 વિસ્તાર પંકજભાઈ રાવલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અરિહંત શરાફી સહકારી મંડળી 204 અરિહંત બિઝનેસ સેન્ટર, ગુંદાવાડી પોલીસ ચોકી સામે કેનાલ રોડ, તા. 18-11-2024 સોમવાર સાંજે 5થી 6, પશ્ર્ચિમ ઝોન ધારાસભા-69, નરેન્દ્રભાઈ દવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત વ્યવસ્થા પ્રમુખ ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, જાસલ કોમ્પલેક્ષ 155, નાણાવટી ચોક, આઇસીઆઇસી બેંક ઉપર અને તા. 19-11-2024 મંગળવાર દક્ષિણ ઝોન ધારાસભા-70 વિસ્તાર, સાંજે 6. વકતા વિનોદભાઈ બરોચિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી, શિવ જ્યોત ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, 105 એ વિંગ, એમ ફ્લોર, ઓમ ડેકોરા નાઇન સ્કેવેર, મારવાડી બિલ્ડીંગ બાજુમાં નાના મોવા રોડ ખાતે ઉજવાશે.
સહકાર સપ્તાહને સફળ બનાવવા સહકાર ભારતી રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો. એન. ડી. શીલુ, ઉપાધ્યક્ષ નાથાભાઈ ટોળીયા, શ્રી સદગુરુ ક્રેડિટ કો-ઓપરેટીવ મહિલા સંયોજક નિશાબેન પીલોજપરા, અર્બન કોપરેટીવ બેંક સંયોજક દિપકભાઈ પટેલ, દિપકભાઈ મકવાણા, પ્રવીણભાઈ નિમાવત, હરગોપાલસિંહ જાડેજા, રાજુભાઈ ત્રિવેદી, વિનોદભાઈ કનેરિયા, યુવરાજસિંહ ગોહિલ, વિભાભાઈ મિયાત્રા, રમેશભાઈ ગોહેલ, હર્ષિલભાઈ પિયુષભાઈ શાહ, યશભાઈ સોજીત્રા, ધમભાઈ જાડેજા, અર્જુનભાઈ ડાંગર, રમેશભાઈ ચાવડા, કુંદનબેન અનિલભાઈ ભટ્ટ, ગિરિરાજસિંહ જાડેજા, હરેશભાઈ ભટ્ટ, હિંદુભાઈ વાઘેલા, અનિરુદ્ધભાઈ મીયાત્રા, જતીનભાઈ સુધીરભાઈ જોશી, નીતિનભાઈ મહેતા, જોરુભા ખાચર, વિજયભાઈ કોઠારી, પ્રદ્યુમનસિંહ જાડેજા, જગદીશભાઈ ભંડેરી, જેનિશભાઈ શિનોજિયા, આશિષભાઈ પોપટાણી, અરૂણભાઇ નિર્મળ, રાજદીપસિંહ જાડેજા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.



