સદગુરુ ભગવાનની પધરામણીના 108મા વર્ષ, પ્રથમ ફોટો શતાબ્દી મહોત્સવનો પ્રારંભ
કાલે સવારે રામપૂજન તેમજ બપોરે વામન પ્રાગ્ટય, કૃષ્ણ પ્રાગ્ટય અને રામ પ્રાગ્ટય પ્રસંગની ઉજવણી થશે
- Advertisement -
ઉત્સવ દરમિયાન સર્વે ગુરુભક્તોએ બપોરના તેમજ સાંજના સમયે મહાપ્રસાદનો લાભ લીધો
દ્રિતિય સત્ર પૂર્ણ થતા મહારાજ જયરામદાસજીએ સર્વે ગુરુભક્તોને આશિર્વચન પાઠવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ન્યારા ગામ સ્થિત શ્રી સદગુરુ ધ્યાન મંદિર ટ્રસ્ટ દ્વારા ન્યારા ગામમાં સદગુરુ ભગવાનની પધરામણીના 108માં વર્ષ તથા પ્રથમ ફોટો શતાબ્દી મહોત્સવના પાવન અવસર પર ભવ્ય ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શ્રીરામ ચરિત માનસ સમૂહ પાઠ તથા શ્રીમદ્ ભાગવત નવાન્હ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક મહોત્સવનો શુભ આરંભ તારીખ 31 ડિસેમ્બરના રોજ થયો હતો અને તેની પૂર્ણાહૂતિ 9 જાન્યુઆરી (શુક્રવાર)ના રોજ થશે. 2 જાન્યુઆરીના રોજ રામપ્રભુના જન્મોત્સવ તેમજ આજે રામ વિવાહની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામ ચરિત માનસ સમૂહ પાઠ માટે વ્યાસપીઠ પર ચિત્રકુટના સુવિખ્યાત રામાયણી શ્યામસુંદરદાસ મહારાજ રોજ સવારે 8:30થી બપોરે 12:30 વાગ્યા સુધી તેમની સુમધુર વાણી અને સંગીતમયી શૈલીમાં શ્રોતાઓને રામકથાનો રસપાન કરાવે છે. આ ઉપરાંત શ્રીમદ્ ભાગવત નવાન્હ પારાયણ માટે વ્યાસપીઠ પર પ્રખ્યાત કથાકાર મીરાબેન ભટ્ટ રોજ બપોરે 3થી 6 વાગ્યા સુધી સંગીતમય કથાપ્રવાહ દ્વારા ભક્તોને ભાવવિભોર કરી રહ્યા છે.



