જૂનાગઢમાં દિવાળી પર્વનાં લક્ષ્મી મંદિર, જવાહર સ્વામિનારાયણ મંદિરે લોકોની ભીડ
દિવાળીની ઉજવણી ઘરે કરી કાલથી પ્રવાસીઓ જૂનાગઢ, સાસણ પહોંચી જશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં પ્રકાશનાં પર્વની આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રાત્રીનાં સમયે આકાશ રંગબેરંગી કલરથી રંગાઇ ગયું હતું. દિવાળીનાં તહેવારને લઇ લોકોએ પોતાનાં આંગણે રંગોળી બનાવી હતી. દિવાળીનાં પર્વને લઇ લોકોનાં ઉત્સાહનો સંચાર થયો છે. આજે દિવાળીનાં તહેવારમાં લક્ષ્મી પૂજન સહિતનાં કાર્યક્રમ યોજાયા હતાં. તેમજ જૂનાગઢનાં દાણાપીઠમાં આવેલા લક્ષ્મી માતાજીનાં મંદિરે સવારથી ભાવીકોની ભીડ જોવા મળી હતી. જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે પણ સવારથી ભક્તો ઉમટી પડ્યાં હતાં. જૂનાગઢમાં દિવાળીનાં તહેવારને લઇ છેલ્લી ઘડી સુધી ખરીદી રહી હતી. તેમજ બુધવારે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.
જૂનાગઢ સહિત સોરઠમાં નૂતન વર્ષ, ભાઇબીજની ઉજવણી કરવામાં આવશે. આમ, છેક લાભપાંચમ સુધી તહેવારોની ઉજવણીનો માહોલ જોવા મળશે.સામાન્ય રીતે લોકો દિવાળી ઘરે કરતા હોય છે. બાદ ફરવા જતા હોય છે. આવતીકાલથી લોકો ફરવા ઉપડી જશે. દિવાળીનાં રજાઓને લઇ જૂનાગઢમાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો છે. ગિરનાર રોપ-વે,સકકરબાગ,સાસણ સહિતનાં પ્રવાસન સ્થળ પર લોકોનો ભીડ જોવા મળી હતી. જેના કારણે રસ્તા પર ટ્રાફીક પણ જોવા મળ્યો હતો.
- Advertisement -
સોમનાથ મંદિરે યાત્રિકોનો ઘસારો
સોમનાથ સાનિધ્યે દિવાળીના તહેવાર પૂર્વે યાત્રિકોનો ઘસારો જોવા મળી રહ્યો છે.ઉપરાંત આગામી તહેવારોના દિવસો સુધી ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટ હાઉસ અને મોટા ભાગની ખાનગી હોટેલમાં બુકિંગ પણ ફૂલ હોવાનું જાણવા મળ્યું હતું.