‘તેજસ્વીની જિલ્લા પંચાયત’ અને ’માતા યશોદા એવોર્ડ વિતરણ કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ’તેજસ્વીની જિલ્લા પંચાયત’ અને ’માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ’ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે દીકરીઓના નામની નેમપ્લેટ, દીકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ કરાયા હતાં. ઉપરાંત ’યશોદા એવોર્ડ’ અંતર્ગત વિવિધ તાલુકાઓની આંગણવાડીના જુદા-જુદા ઘટકના વર્કર, હેલ્પર તેમજ મુખ્ય સેવિકા એમ કુલ મળી 20થી વધુ આંગણવાડીના બહેનોને ઉત્તમ કામગીરી બદલ કુલ 4,50,000થી વધુ રાશિથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.જ્યારે ‘તેજસ્વીની જિલ્લા પંચાયત’ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની કાર્યપદ્ધતિથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય એ રીતે બાલિકા પંચાયત પ્રમુખ અસ્મિતાબહેન મોરડિયા તેમજ અન્ય સભ્યોની જિલ્લા પંચાયતની સામાન્ય સભા દ્વારા પ્રજા તાંત્રિક મૂલ્યો અંગે સશક્તિકરણ, જન્મ અને શિક્ષણ આરોગ્ય અને પોષણ તથા જાતિગત સમાનતા, દીકરીઓના હક્ક અને અધિકાર, સામાજિક દુષણો વગેરે જેવા મુદ્દાઓને આવરી લઈ વિદ્યાર્થીનીઓની કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.