વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ(જાડા ધાન)ની ખેતી અને તેના આહારમાં ઉપયોગને પ્રોત્સાહન આપવા કરેલી હિમાયતની સફળતાને પગલે યુનાઇટેડ નેશન્સે વર્ષ-ર0ર3ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ભારત સહિત દુનિયાભરના દેશોમાં મિલેટની ઉપયોગીતા અંગે જનજાગૃતિ આ ઉજવણીને પરિણામે આવશે.
આપણે સૌ આપણા પૂર્વજોની જેમ ફરી એકવાર રોજિંદા ભોજનમાં મિલેટનો ઉપયોગ શરૂ કરીએ તેવો ખાસ અનુરોધ કરું છું. આજની અને આવનારી પેઢીઓ વધુ સ્વસ્થ અને સશક્ત બને તે માટે મિલેટ ખૂબ ઉપયોગી થશે. વૈશ્વિક સ્તરે કુપોષણના નિવારણ માટે પણ મિલેટ મહત્વની ભૂમિકા ભજવશે. pic.twitter.com/cSEBeyDg1s
- Advertisement -
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 11, 2023
ગુજરાતમાં પણ મિલેટ્સનો ઉપયોગ વધારવા સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ‘મિલેટ મહોત્સવ’ ઉજવાયો હતો. મુખ્યમંત્રીએ આ ‘મિલેટ મહોત્સવ’માં રાજ્યના જિલ્લાઓમાંથી આવેલા ખેડૂત પરિવારો સાથે સંવાદ કર્યો હતો. રાજ્યમાં મિલેટ્સ પકવતા ખેડૂતો મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ મિલેટ મહોત્સવમાં સહભાગી થયા હતાં. મુખ્યમંત્રીએ મિલેટ્સ પકવતા ખેડૂતોની વિવિધ પ્રોડક્ટ્સ આ તકે નિહાળી હતી. મિલેટ્સની વાનગીઓના ભોજનનો આસ્વાદ પણ મહોત્સવમાં ઉપસ્થિત સૌએ માણ્યો હતો.
- Advertisement -
‘મિલેટ મહોત્સવ’ અંતર્ગત ખેડૂતો, સાથી મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે બેસીને મિલેટથી બનેલ વાનગીઓનું ભોજન પરંપરાગત ઢબે કર્યું. સાથે જ, કચ્છી લોકસંગીતના વિસરાઈ રહેલા વાદ્યોના કલાકારોને પણ આમંત્રિત કરીને તેમના મીઠા સંગીતને માણવાનો અવસર મળ્યો. pic.twitter.com/letq77IzFl
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 11, 2023
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પ્રસ્તાવ પછી, આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-ર0ર3ની ઉજવણીનો આ બીજો પ્રસ્તાવ છે જેમાં વડાપ્રધાનનો ‘સર્વે સન્તુ સુખીન:- સર્વે સન્તુ નિરામયા’નો ભાવ, ‘વર્લ્ડ હેલ્થ અને
વેલનેસ’ની ખેવના સમાયેલા છે. ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ની ઉજવણી માટે વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સહિત ભારતભરમાં મિલેટ્સની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમો થવાના છે.