જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ; વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
’વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે આજે મોરબી ખાતે પટેલ સમાજ વાડી, સનાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગોના કુલ ₹1666.70 લાખના 184 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે રૂ. 902.20 લાખના 89 કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 764.50 લાખના 95 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ વિકાસ કાર્યોમાં શાળાઓ, રોડ-રસ્તાઓ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટરના કામ, આરોગ્ય કેન્દ્રો, સ્મશાનના કામો, કોઝવે અને વેટરનરી હોસ્પિટલ સહિતના લોક ઉપયોગી કાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું અને સૌએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
મુખ્ય વિકાસ કાર્યો:
મોરબી મહાનગરપાલિકા: ₹498.50 લાખના 19 કામોનું ખાતમુહૂર્ત.
તાલુકા પંચાયતો: ₹164.80 લાખના 47 કામોનું ખાતમુહૂર્ત.
આરોગ્ય વિભાગ: ₹143 લાખના 4 કામોનું લોકાર્પણ.
ગ્રામ વિકાસ એજન્સી: ₹39.40 લાખના 18 કામોનું ખાતમુહૂર્ત.



