પી.ડી.માલવિયા કૉલેજ ઓફ કોમર્સ રાજકોટ દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિતે યોગ નિદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ છેલ્લા એક સપ્તાહથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન્યતા પ્રાપ્ત યોગ શિક્ષક ડો. હર્ષાબેન ડાંગરના માર્ગદર્શનમાં તાલીમ પ્રાપ્ત કરી રહ્યા હતા અને આજે ૨૧ જૂન ૨૦૨૧ ના રોજ ૭માં વિશ્વ યોગ દિન નિમિતે આયુષના પ્રોટોકોલ અનુસાર રાજ્ય સરકારના કોવીડના નિયમોનું પાલન કરતા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં કૉલેજના આચાર્ય તથા માનનીય અધ્યાપકઓ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યએ વિદ્યાર્થીઓને વિશ્વ યોગ દિવસની શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનમાં યોગાભ્યાસ કરવાથી મનની એકાગ્રતા, યાદશક્તિમાં વધારો થાય છે, સ્વાસ્થ્ય જળવાય યોગ દ્વારા વ્યક્તિગત વિકાસના વિવિધ આયામો આપોઆપ પ્રાપ્ત થાય છે.


