ખાસ-ખબર સંવાદદાતા
10 ઓગસ્ટનાં વિશ્ર્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વન વિભાગ દ્વારા આજે વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રનાં 8 જિલ્લામાં સિંહ દિવસની ઉજવણી કરાઇ હતી.
- Advertisement -
આ ઉજવણીમાં શાળા,કોલેજનાં છાત્રો,એનજીઓ,વન વિભાગનો સ્ટાફ વગેરે જોડાયા હતાં અને સિંહનાં સંવર્ધન અને સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાનાં બાળકોને સિંહનાં માસ્ક પહેરી ઠેરઠેર રેલી યોજી હતી.મોટી સંખ્યામાં શાળા,કોલેજનાં છાત્રો જોડાયા હતાં અને વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતાં.મેંદરડામાં સિંહ દિવસને લઇ રેલી નિળકી હતી. જેમાં મોટી સંખ્યામાં છાત્રો અને લોકો જોડાયા હતાં.