ભારતમાં 19 નવેમ્બરથી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અવસરે ઐતિહાસિક સ્થળોએ બધા માટે પ્રવેશ મફત રહેશે.
ભારતમાં 19 નવેમ્બરથી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે કે “19 નવેમ્બરે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સ્મારકો એટલે કે ઐતિહાસિક સ્થળોએ તાજમહેલમાં વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆતના અવસરે બધા માટે પ્રવેશ મફત રહેશે.”
- Advertisement -
પુરાતત્વ વિભાગે આપી જાણકારી
આગરામાં તાજમહેલ સહિત કોઈપણ પુરાતત્વીય સ્મારકો માટે કોઈ પ્રવેશ ફી લેવામાં આવશે નહીં. ASIએ વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે શુક્રવારે સાંજે ટ્વીટ કર્યું, “19મી નવેમ્બરે વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણના સ્મારકોમાં પ્રવેશ મફત રહેશે.
આગરા અને અન્ય સ્થળોએ ફ્રી એન્ટ્રી ઉપલબ્ધ રહેશે
ASI ના અધિક્ષક પુરાતત્વવિદ્ (આગ્રા સર્કલ) રાજ કુમાર પટેલે જણાવ્યું હતું કે, “પ્રવાસીઓ – ભારતીય અને વિદેશી નાગરિકોને તાજમહેલ, આગ્રાનો કિલ્લો, ફતેહપુર સિકરી અને અન્ય ASI-સંરક્ષિત સ્મારકોમાં 19 નવેમ્બરે મફત પ્રવેશ આપવામાં આવશે.
Entry will be free for all at @ASIGoI monuments on 19th Nov to mark the commencement of #WorldHeritageWeek.
Note- Entry to Taj Mahal,Agra shall also remain free on 19 Nov except the main Mausoleum. Visitors will be allowed to visit main Mausoleum only with requisite entry ticket. pic.twitter.com/I70OfAsolB
- Advertisement -
— Archaeological Survey of India (@ASIGoI) November 18, 2022
તાજમહેલની કબર પર જવા માટે ટિકિટ ખરીદવી પડશે
જોકે ડિરેક્ટરે ધ્યાન દોર્યું હતું કે “તાજમહેલમાં પ્રવેશ મફત છે, પ્રવાસીઓએ સ્મારકની અંદરના મુખ્ય કબરની મુલાકાત લેવા માટે 200 રૂપિયાની ટિકિટ ખરીદવી પડશે, જે મફત નથી.
19-25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવશે
તમને જણાવી દઈએ કે વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન સ્મારકો પર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનની ભાવનાની ઉજવણી કરવા માટે ભારત દર વર્ષે વર્લ્ડ હેરિટેજ ડે (18 એપ્રિલ) અને વર્લ્ડ હેરિટેજ વીક (19-25 નવેમ્બર)નું આયોજન કરે છે. તેમાં ટિકિટવાળા સ્મારકોમાં મફત પ્રવેશ, વર્લ્ડ હેરિટેજ પરના પુસ્તકોનું પ્રકાશન, ચિત્ર સ્પર્ધાઓ અને બાળકો માટે પ્રવાસનો સમાવેશ થાય છે.
જાણો આ દિવસની ઉજવણીનો હેતુ
ઉલ્લેખનીય છે કે યુનેસ્કોના સભ્ય દેશોએ 1972માં વર્લ્ડ હેરિટેજ કન્વેન્શનને અપનાવ્યું હતું. 191 રાજ્ય પક્ષોએ ભારત સહિત વિશ્વ ધરોહર સંમેલનને બહાલી આપી છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ વિશ્વના તમામ લોકોની છે, પછી ભલે તે ક્યાંય પણ સ્થિત હોય.