અધિક કલેક્ટર કેતન ઠક્કર રાષ્ટ્રધ્વજ ફરકાવશે: પરેડ, માર્ચપાસ્ટ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે આવતીકાલે ગણતંત્ર દિનની ઉજવણી થશે. રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટર અને હાલ આઈએએસ તરીકે પ્રમોશન પામેલા કેતન ઠક્કર રાષ્ટ્રધ્વજને ફરકાવશે. જેને લઈને આજે આવતીકાલના કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
અધિક નિવાસી કલેકટર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારોનું સન્માન કરશે. જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ સ્કૂલના બાળકો દેશભક્તિના ગીતો પાર રંગબેરંગી નૃત્ય દ્વારા નગરજનોમાં રાષ્ટ્ર ભાવનાનો જોમ અને જુસ્સો ભરી દેશે.