રોટરી મિડટાઉન લાઈબ્રેરી અને ડી. એચ. કોલેજનો સંયુક્ત ઉપક્રમ: સુવાચન, બુક રિવ્યૂ અને ડિબેટ સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રોટરી મિડટાઉન લાઈબ્રેરી અને ડી. એચ. કોલેજના સંયુક્ત ઉપક્રમે તા. 14 નવેમ્બરથી 20 નવેમ્બર, 2025 દરમિયાન ’રાષ્ટ્રીય લાઇબ્રેરી સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું આયોજન ડી. એચ. કોલેજ, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
- Advertisement -
આજના ડિજિટલ યુગમાં જ્યારે લોકો મોટા ભાગે મોબાઈલ અને સ્ક્રીનમાં વ્યસ્ત રહે છે, ત્યારે આ સપ્તાહનો હેતુ વાચકોને પુસ્તકોથી ફરી જોડવાનો છે. વાંચન માત્ર જ્ઞાન જ નહીં, પણ વિચારશક્તિ, કલ્પના શક્તિ અને એકાગ્રતાનો પણ વિકાસ કરે છે. દરેક કેટેગરીમાંથી પ્રથમ બે વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. આ કાર્યક્રમનો હેતુ બાળકો, યુવાનો અને વાચકોમાં વાંચનની રુચિ અને સર્જનાત્મકતા વધારવાનો છે. પ્રવેશ અને સંપર્ક: આ તમામ સ્પર્ધાઓમાં પ્રવેશ મફત છે, પરંતુ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. રજિસ્ટ્રેશન માટે મો. 74055 13468 પર સંપર્ક કરી શકાય છે.
પુસ્તકપ્રેમ અને વાંચનને પ્રોત્સાહિત કરવાના હેતુથી વિદ્યાર્થીઓ અને સભ્યો માટે અલગ અલગ કેટેગરીમાં નીચે મુજબની સ્પર્ધાઓનું આયોજન કરાયું છે:
તારીખ સ્પર્ધા
14 નવેમ્બર ઇન્ડોર ગેમ્સ
15 નવેમ્બર રીડ અલાઉડ
16 નવેમ્બર જસ્ટ અ મિનિટ
17 નવેમ્બર કેપ્શન રાઇટિંગ
18 નવેમ્બર બુક રિવ્યૂ
19 નવેમ્બર સર્જનાત્મક લેખન
20 નવેમ્બર ડિબેટ



