ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ હાલમાં જિલ્લા તેમજ સ્થાનિક-તાલુકા કક્ષાએ આવેલ વિવિધ સરકારી કચેરીઓ સમક્ષ રજુઆતના બહાને ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી પોતાનો વિરોધ દર્શાવતા હોય છે. સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આવા પ્રસંગે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ર્નો ઉદભવે છે. જેથી તે બાબતોનું નિયમન કરવા આવી પ્રવૃતિઓ નિવારી શકાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.એફ.ચૌધરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ સમગ્ર જિલ્લામાં શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી, અથવા શારીરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવી નહિ. પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્રો અથવા સાધનો લઈ જવા, એકઠા કરવા તથા તૈયાર કરવા નહિ. વ્યક્તિઓ અથવા શબ અથવા આકૃતિઓ વાળા પૂતળા દેખાડવા નહિ.
- Advertisement -
અપમાન કરવા અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેર બિભસ્ત સૂત્રો પોકારવા નહિ. અસ્લીલ ગીતો ગાવા નહિ. જેનાથી સુરૂચીનો શાંતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ, તેવા હાવ ભાવ કરવા નહિ, તેવી ચેષ્ટા કરવી નહિ તથા ચિત્રો, પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ કરવી નહિ.જિલ્લા પોલીસ અધિકારીશ્રીએ જે તે શારીરિક અશક્તિને કારણે લાઠી લઈ જવાની અથવા શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિ. ખેડૂતો પોતાના ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય, તે અને રોજિંદા કામ કરી શકે તે આશયથી ખેડૂતો પોતાના ઓજારો ખેતીકામ માટે લઈ જતા હોય. તેને લાગૂ પડશે નહિ. આ જાહેરનામું તાત્કાલીક અસરથી તા.27/06/2024 દિવસ સુધી અમલમાં રહેશે.