પાકિસ્તાન બોર્ડર નજીક ટોર્ચ, હેડલાઈટ પર પ્રતિબંધ: જયપુરના SMS સ્ટેડિયમને બૉમ્બથી ઊડાવી દેવાની ધમકી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
રવિવારે રાત્રે વીજળી ગુલ થયા બાદ રાજસ્થાનના સરહદી જિલ્લાઓ (બિકાનેર, જેસલમેર, બાડમેર અને શ્રીગંગાનગર)માં સોમવારે સવારે રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી રહી છે. સામાન્ય દિવસોની જેમ, લોકો ચાની દુકાનો પર ચર્ચામાં વ્યસ્ત જોવા મળ્યા. સાવચેતીના પગલાં તરીકે, આજે (સોમવાર) પણ જોધપુર, શ્રીગંગાનગર, બાડમેર અને બિકાનેર અને સરહદી જિલ્લાઓમાં શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના પણ સરહદી વિસ્તારોમાં આજ સવારથી જનજીવન ફરી ધબકતું થયું છે. બજારો ધીમે-ધીમે ફરી પૂર્વવત થઈ રહી છે અને તેની સાથે-સાથે આર્મી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.
- Advertisement -
રાજસ્થાનમાં કલેક્ટર ડો. મંજુએ શ્રી ગંગાનગર અને તેના ચાર સબડિવિઝનની સરહદને અડીને આવેલા ત્રણ કિમીના વિસ્તાર માટે ખાસ નિયંત્રણો લાદ્યા છે. આ અંતર્ગત, સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કોઈ પણ આ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી શકશે નહીં કે બહાર નીકળી શકશે નહીં. કૃષિ કાર્ય માટે પરવાનગી પણ જવાબદાર અધિકારીની પરવાનગીથી જ આપવામાં આવશે.
બીજી તરફ, ગઈકાલે (રવિવારે) જેસલમેરમાં સાંજે 7.30 થી સવારે 6 વાગ્યા સુધી, બિકાનેરમાં સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી, શ્રીગંગાનગરમાં સાંજે 7 વાગ્યાથી સૂર્યોદય સુધી અને બાડમેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અંધારપટ રહ્યો હતો.
જોધપુરમાં કોઈ બ્લેકઆઉટ નહોતું. શાળાઓ અને કોલેજો બંધ થવાની સાથે, અહીંની પરીક્ષાઓ પણ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવશે. હનુમાનગઢમાં પણ બ્લેકઆઉટના આદેશો પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
રવિવારે સવારે રાજસ્થાનના સરહદી જિલ્લાઓ જેસલમેર, બાડમેર, શ્રીગંગાનગર, બિકાનેર, જોધપુરમાં બજારો ખુલી હતી. અહીં સામાન્ય દિવસોની જેમ જ ચહલ પહલ હતી. બાડમેર જિલ્લાના ભૂર્તિયા ગામમાં રવિવારે સવારે 4:27 વાગ્યે એક ધડાકાથી લોકો જાગી ગયા. અચાનક આકાશમાંથી એક શંકાસ્પદ વસ્તુ પડી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાં જ સેના અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને શંકાસ્પદ વસ્તુને પોતાના કબજામાં લીધી.
- Advertisement -
જયપુરના સવાઈ માન સિંહ (જખજ) સ્ટેડિયમને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સુરક્ષા કારણોસર સ્ટેડિયમ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે. સોમવારે જ્યારે સ્પોર્ટ્સ કાઉન્સિલના કર્મચારીઓએ ઇમેઇલ જોયો ત્યારે તેઓ ચોંકી ગયા. તેમાં સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેઈલમાં લખ્યું હતું- ઓપરેશન સિંદૂરની સફળતા પછી હવે સવાઈ માનસિંહ સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવામાં આવી છે. રમતગમત પરિષદના અધિકારીઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી. ચછઝ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિત ઘણી ટીમો જખજ સ્ટેડિયમ પહોંચી ગઈ છે. સ્ટેડિયમની તપાસ ચાલી રહી છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમની બહારના વિસ્તારો અને ઇમારતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.



