ફોર્મ ભરવા માટેની મુદ્દત પણ વધારવામાં આવી: ઉમેદવારો 2 માર્ચ સુધી ફોર્મ ભરી શકશે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે દિવસ-રાત મહેનત કરી રહેલા હજારો ઉમેદવારો સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈઈઊ ની ચાલુ ભરતી પ્રક્રિયામાં જગ્યાઓની સંખ્યામાં ધરખમ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ તા. 03-02-2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાતમાં વિવિધ વિભાગો માટે કુલ 5,370 જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી. જોકે, સરકારના વિવિધ વિભાગોના નવા માંગ પત્રકોને ધ્યાને રાખીને, હવે તેમાં 1,180 નવી જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સુધારા બાદ હવે આ ભરતી પ્રક્રિયા કુલ 6,550 પદ માટે હાથ ધરવામાં આવશે. આ નિર્ણયથી વધુ યુવાનોને સરકારી સેવામાં જોડાવાની સુવર્ણ તક મળશે. આ ઉપરાંત ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ 20/02/2026 હજી તે પણ વધારીને 02/03/2026 કરવામાં આવી છે.
ગૌણ સેવા મંડળ દ્વારા લેવાનાર ગ્રુપ-અ અને ગ્રુપ-ઇ માટે અલગ-અલગ મુખ્ય પરીક્ષા લેવાશે. ગ્રુપ-અમાં મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારની રહેશે. જેમાં ગુજરાતી ભાષા કૌશલ્ય 100 ગુણની, અંગ્રેજી ભાષા કૌશલ્ય 100 ગુણની અને સામાન્ય અભ્યાસ 150 ગુણના એમ કુલ 350 ગુણના પેપર લેવાશે. જ્યારે ગ્રુપ-ઇમાં મુખ્ય પરીક્ષા હેતુલક્ષી પ્રકારની રહેશે. આ પરીક્ષા 200 ગુણની અને 2 કલાકની હશે. પ્રાથમિક પરીક્ષા માત્ર સ્ક્રિનિંગ ટેસ્ટ તરીકે રહેશે.
તબક્કો 1
પ્રાથમિક પરીક્ષા (ગ્રુપ – અ અને ગ્રુપ – ઇ માટે સંયુક્ત પરીક્ષા) (ઈઇછઝ પધ્ધતિથી)
1. અંગ્રેજી 15 ગુણ
2. ગુજરાતી 15 ગુણ
3. જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ 30 ગુણ
4. ક્વોન્ટિટિવ એપ્ટીટ્યૂડ 30 ગુણ
5. રિઝનિંગ 60 ગુણ
કુલ ગુણ: 150
તબક્કો 2 : મુખ્ય પરીક્ષા (ગ્રુપ -અ)
1. ગુજરાતી ભાષા 100
2. અંગ્રેજી ભાષા 100
3. સામાન્ય અભ્યાસ 150
કુલ ગુણ: 350
તબક્કો 2: મુખ્ય પરીક્ષા (ગ્રુપ -ઇ)
1. ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ 20 ગુણ
2. ભારતીય અર્થતંત્ર, રાજ્ય અર્થતંત્ર,
નીતિ આયોગ 20 ગુણ
3. જાહેર વહીવટ અને શાસન 20 ગુણ
4. જાહેર સેવામાં નીતિશાસ્ત્ર 10 ગુણ
5. વિવિધ સરકારી યોજનાઓની માહિતી 30 ગુણ
6. વર્તમાન બાબતો સહિત પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વપૂર્ણ ઘટનાઓ 30 ગુણ
7. ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ 20 ગુણ
8. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો 10 ગુણ
9. ગુજરાતી અને અંગ્રેજી 20 ગુણ
10.વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી ટેકનોલોજી 20 ગુણ
કુલ: 200 ગુણ



