કુલ 1,11,544 ઉમેદવારોએ 90 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે જ્યારે 24,867 ઉમેદવારોએ 95 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે.
પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે મંગળવારે જાહેરાત કરી કે સીબીએસઈ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં છોકરીઓએ પાંચ ટકાથી વધુ પોઈન્ટ સાથે છોકરાઓને પાછળ છોડી દીધા છે.
- Advertisement -
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)નું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. CBSEએ સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 88.39 ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષે CBSC ધોરણ 12નું પરિણામ 87.98 ટકા નોંધાયું હતું. જેમાં આ વર્ષે વધારો નોંધાયો છે. છોકરીઓનો પાસ થવાનો દર 91.64 ટકા રહ્યો છે, જ્યારે છોકરાઓનો પાસ થવાનો દર 85.70 ટકા રહ્યો છે.
ધોરણ 12નું પરિણામ SMS દ્વારા કેવી રીતે ચેક કરવું
- મેસેજિંગ એપ ખોલો.
- CBSE 12 લખો.
- 7738299899 પર મોકલો.
- તમારું પરિણામ SMS દ્વારા મેળવો.
CBSE બોર્ડ 12માનું પરિણામ 2025 આ રીતે કરો ચેક
- Advertisement -
- CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- હોમ પેજ પર ‘CBSE 12મા પરિણામ ડાયરેક્ટ લિંક’ પર ક્લિક કરો.
- લોગિન પેજ ખુલશે અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને ચેક કરો
- વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.
DigiLocker પર ધોરણ 12 ના પરિણામો કેવી રીતે તપાસવા
- ‘DigiLocker’ એપ ડાઉનલોડ કરો
- digiLocker.gov.in પર જાઓ.
- તમારો રોલ નંબર, વર્ગ, શાળા કોડ અને 6 અંકનો પિન (શાળા દ્વારા આપવામાં આવેલ) દાખલ કરો.
- ચકાસણી માટે તમારા રજિસ્ટર્ડ નંબર પર મોકલવામાં આવેલ OTP દાખલ કરો.
- તમને સ્ક્રીન પર તમારી માર્કશીટ દેખાશે.
ઉમંગ એપ દ્વારા ધોરણ 12 નું પરિણામ કેવી રીતે ચેક કરવું
- ‘ઉમંગ’ એપ ડાઉનલોડ કરો.
- એપ ખોલો અને શિક્ષણ વિભાગમાં જાઓ અને ‘CBSE’ પસંદ કરો.
- તમારું પરિણામ ડાઉનલોડ કરવા માટે જરૂરી ઓળખપત્રો દાખલ કરો.
CBSE પરિણામ તપાસવા માટે લોગિન ઓળખપત્રો
1- શાળા નંબર
2- રોલ નંબર
3- પ્રવેશ કાર્ડ ID
4- જન્મ તારીખ