વહેલું ટાઈમટેબલ જાહેર કરતા વિદ્યાર્થીઓને તૈયારીમાં પૂરતો સમય મળશે JEE પહેલાં આ પરીક્ષા લેવાઈ જશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE ) એ ધોરણ – 10 (સેક્ધડરી સ્કૂલ એક્ઝામિનેશન) અને ધોરણ 12 (સિનિયર સેક્ધડરી સ્કૂલ એક્ઝામિનેશન)ની આગામી બોર્ડ પરીક્ષાઓ માટેનું ફાઈનલ અને સત્તાવાર તારીખપત્રક જાહેર કરી દીધું છે. સીબીએસઇ દ્વારા જાહેર કરાયેલ અંતિમ ડેટશીટ મુજબ, ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષાઓનો પ્રારંભ 17 ફેબ્રુઆરી, 2026ના રોજ થશે. આ ડેટશીટ પરીક્ષાઓ શરૂ થવાના લગભગ 110 દિવસ પહેલાં જાહેર કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદેશ વિદ્યાર્થીઓને પૂરતો સમય મળે અને તેઓ પરીક્ષાના તણાવમાંથી મુક્ત થઈને પોતાનું પ્રદર્શન સુધારી શકે તે છે. ધોરણ 10ની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ 10 માર્ચ, 2026 સુધી ચાલશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ 9 એપ્રિલ, 2026 સુધી યોજાશે. બંને ધોરણોની પરીક્ષાઓ એક જ પાળીમાં લેવામાં આવશે. તારીખપત્રક અનુસાર પરીક્ષાઓ સવારના 10:30થી બપોરે 1:30 સુધી ચાલશે. જોકે કેટલાક વિષયોની પરીક્ષાનો સમય અલગ રાખવામાં આવ્યો છે. આ વિષયોની પરીક્ષા સવારના 10:30થી બપોરે 12:30 સુધી પૂર્ણ થશે. ઈઇજઊએ વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે તેઓ દરેક વિષયનો સમય ધ્યાનપૂર્વક તપાસી લે. અગાઉ જાહેર કરાયેલ કામચલાઉ ડેટશીટમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, તેથી વિદ્યાર્થીઓએ આ અંતિમ સમયપત્રકને ખાસ ધ્યાનમાં લેવા જણાવાયું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પરીક્ષાઓ જેમ કે JEE મેઈનની તારીખોને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષાઓ વહેલી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. CBSE એ ધોરણ 10ની પરીક્ષાની તારીખોમાં પણ કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જેમાં ગૃહ વિજ્ઞાન વિષયની પરીક્ષા અગાઉ 26 ફેબ્રુઆરીએ નિર્ધારિત હતી, જ્યારે નવી તારીખ મુજબ તે હવે 18 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.
ધોરણ 10ના મુખ્ય વિષયોનું ટાઇમટેબલ
વિષય તારીખ
સ્ટાન્ડર્ડ/
બેઝિક ગણિત 17 ફેબ્રુઆરી
હોમસાયન્સ 18 ફેબ્રુઆરી
અંગ્રેજી 21 ફેબ્રુઆરી
ગુજરાતી (ભાષા) 23 ફેબ્રુઆરી
વિજ્ઞાન 25 ફેબ્રુઆરી
કમ્પ્યૂટર
એપ્લિકેશન 27 ફેબ્રુઆરી
સંસ્કૃત 28 ફેબ્રુઆરી
સોશિયલ સાયન્સ 07 માર્ચ
ધોરણ 12ના મુખ્ય વિષયોનું ટાઇમટેબલ
વિષય  તારીખ
ભૌતિક વિજ્ઞાન  20 ફેબ્રુઆરી
એકાઉન્ટન્સી  24 ફેબ્રુઆરી
ભૂગોળ   26 ફેબ્રુઆરી
કેમિસ્ટ્રી   28 ફેબ્રુઆરી
સાયકોલોજી  05 માર્ચ
ગુજરાતી(ભાષા)  06 માર્ચ
ગણિત   09 માર્ચ
અંગ્રેજી   12 માર્ચ
હોમસાયન્સ   14 માર્ચ
ઈકોનોમિક્સ   18 માર્ચ
માર્કેટીં   20 માર્ચ
બાયોલોજી   27 માર્ચ
ઈતિહાસ   30 માર્ચ
સોશિયોલોજી   04 એપ્રિલ



 
                                 
                              
        

 
         
        