સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થવા જઈ રહી છે. કોરોના મહામારી બાદ હવે CBSE બોર્ડ જૂની પેટર્નમાં પરીક્ષાનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 38,83,710 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ બુધવાર એટલે કે આજથી શરૂ થવાની છે. CBSE દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલી ડેટશીટ 2023 મુજબ ધોરણ 10ની પરીક્ષાઓ 21 માર્ચ સુધી ચાલશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ 5મી એપ્રિલ, 2023 સુધી લેવામાં આવશે. આજે ગૌણ વિષયની પરીક્ષા યોજાશે.
- Advertisement -
રાજ્યભરમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 38,83,710 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. તેમાંથી 21,86,940 વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં અને 16,96,770 વિદ્યાર્થીઓ ઈન્ટરમીડિયેટમાં છે. ગુજરાતની વાત કરીએ તો આજે રાજ્યભરમાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નોટિફિકેશન અનુસાર, CBSE વિદેશોમાં પણ પરીક્ષા આયોજીત કરશે. પરીક્ષા ભારત બહાર 26 દેશોમાં યોજાશે.
તાજેતરમાં જ જારી કરાયા હતા એડમિટ કાર્ડ
તાજેતરમાં CBSEના ધોરણ 10 અને 12ના એડમિટ કાર્ડ સીબીએસઈની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જારી કરવામાં આવ્યા હતા. સ્કૂલના પ્રિન્સિપાલોએ સ્કૂલની લોગઇન આઈડીથી સીબીએસઈ ધોરણ 10 અને ધોરણ 12ના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાના હતા અને તેના પર સ્કૂલના પ્રિન્સિપાલની સહી અને સ્કૂલનો સિક્કો પણ લગાવવાનો હતો. આપને જણાવી દઈએ કે, દર વર્ષે લગભગ 35-36 લાખ વિદ્યાર્થીઓ CBSE પરીક્ષા આપે છે.
જૂની પેટર્ન મુજબ પરીક્ષાનું આયોજન
સત્તાવાર સૂચના મુજબ, CBSE પરીક્ષા 2023નો સમય સવારે 10.30 વાગ્યાનો છે. કોવિડ-19ને કારણે 2020થી ગત બે વર્ષ સુધી પરીક્ષાઓ પ્રભાવિત થયા બાદ હવે આ વર્ષે વિદ્યાર્થીઓ પાછા સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાઓમાં સામેલ થશે. એટલે કે કોરોના મહામારી બાદ હવે CBSE બોર્ડ જૂની પેટર્નમાં પરીક્ષાનું આયોજન કરી રહ્યું છે. કોરોના મહામારીને બીજી લહેર દરમિયાન CBSEએ થિયરી બોર્ડ પરીક્ષાઓ રદ કરવી પડી હતી અને વૈકલ્પિક મૂલ્યાંકન માપદંડ તૈયાર કરવામાં આવ્યું હતો. જ્યારે ગયા વર્ષે CBSEએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ બે ટર્મમાં લીધી હતી.



