CBSE બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર. મળતી માહિતી મુજબ 10માનું પરિણામ પણ આજે જ જાહેર થઇ શકે છે.
CBSE બોર્ડે આજે ધો. 12નું બોર્ડનું પરિણામ જાહેર કરી દીધું છે. ત્યારે તમને જણાવી દઈએ કે એ માટે ઉમેદવારો CBSEની સત્તાવાર લિંક https://cbseresults.nic.in/ ની મુલાકાત લઈ પોતાનું પરિણામ ચકાસી શકે છે.
- Advertisement -
આ રીતે ચેક કરો તમારું પરિણામ
-વિદ્યાર્થીઓ CBSE બોર્ડની સતાવાર વેબસાઇટ- cbseresults.nic.in ની મુલાકાત લો
-હોમપેજ પર, CBSE બોર્ડ વર્ગ 10મા પરિણામ 2023 અથવા CBSE બોર્ડ વર્ગ 12મા પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.
-હવે રોલ નંબર દાખલ કરો
-તરત જ CBSE બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
-હવે CBSE પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.