CBI એ ગયા મહિને પણ જમ્મુ અને કાશ્મીરમાં સબ ઈન્સ્પેક્ટરોની ભરતીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં 30 સ્થળો પર દરોડા
જમ્મુ અને કાશ્મીરના SI ભરતી કૌભાંડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી ( CBI ) દેશમાં 33 સ્થળોએ દરોડા પાડી રહી છે. સીબીઆઈ જમ્મુ, શ્રીનગર, હરિયાણા, ગાંધીનગર, ગાઝિયાબાદ, બેંગલુરુ અને દિલ્હીમાં આ દરોડા પાડી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, ડીએસપી અને સીઆરપીએફના અધિકારીઓના પરિસરમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમાં જમ્મુ અને કાશ્મીર SSB પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ ખાલિદ જહાંગીર અને અશોક કુમારની જગ્યા પણ સામેલ છે.
- Advertisement -
મહત્વનું છે કે, CBI એ ગયા મહિને જમ્મુ અને કાશ્મીરમાં સબ ઈન્સ્પેક્ટરોની ભરતીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. CBI એ કોચિંગ સેન્ટરના માલિક, બીએસએફના તત્કાલીન મેડિકલ ઓફિસર અને જમ્મુ અને કાશ્મીર સર્વિસિસ સિલેક્શન બોર્ડ (જેકેએસએસબી)ના અધિકારીઓ સહિત 33 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ગયા મહિને જમ્મુ, શ્રીનગર અને બેંગલુરુ સહિત 30 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું.
કથિત કૌભાંડના આરોપીઓ કોણ ?
આ કેસના આરોપીઓમાં BSF ફ્રન્ટિયર હેડક્વાર્ટર, પલૌરાના મેડિકલ ઓફિસર ડૉ. કરનૈલ સિંહ, જમ્મુ અને કાશ્મીર પોલીસના ASI અશોક કુમાર, ભૂતપૂર્વ CRPF અધિકારી અશ્વની કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ‘એડ્યુમેક્સ ક્લાસીસ અખનૂર’ના માલિક અવિનાશ ગુપ્તા, કોચિંગ મેનેજર અક્ષય કુમાર, શિક્ષક રોશન બ્રાલ, જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના તત્કાલીન સભ્ય નારાયણ દત્ત, જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડના તત્કાલીન અન્ડર સેક્રેટરી બિશન દાસ, જેકેએસએસબીના તત્કાલીન સેક્શન ઓફિસર. અંજુ રૈના, બેંગલુરુની મેરીટ્રેક સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડનું નામ આરોપીઓમાં સામેલ છે.
- Advertisement -
CBI conducting searches at 33 places incl in Jammu, Srinagar, dists of Haryana, Gandhinagar, Ghaziabad, Bengaluru, Delhi in connection with SI recruitment scam of J&K.
Raids at premises of Khalid Jahangir, former chairman & Ashok Kumar, control of examinations of J&K SSB pic.twitter.com/J8TMhndQpn
— ANI (@ANI) September 13, 2022
શું છે સમગ્ર કેસ ?
જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડે 27 માર્ચે પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે લેખિત પરીક્ષા યોજી હતી. જેનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું. જોકે જમ્મુ અને કાશ્મીર સરકારે પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવતા 33 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી અને તપાસ સમિતિની રચના કરી હતી.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપી જેકેએસએસબી, બેંગલુરુ સ્થિત ખાનગી કંપની, લાભાર્થી ઉમેદવારો અને અન્ય અધિકારીઓ વચ્ચે કાવતરું હતું અને એસઆઈની પોસ્ટ માટે લેખિત પરીક્ષાના આયોજનમાં ઘોર અનિયમિતતાઓ આચરવામાં આવી હતી. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જમ્મુ, રાજૌરી અને સાંબા જિલ્લામાંથી પસંદ કરાયેલા ઉમેદવારોની ટકાવારી અસામાન્ય રીતે વધારે છે. બેંગલુરુ સ્થિત ખાનગી કંપની મેરીટ્રેક સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડને પ્રશ્નપત્ર સેટ કરવાનું કામ કથિત રીતે સોંપવામાં JKSSB દ્વારા નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.