કાવેરી જળસમીતી દ્વારા તમિલનાડુને 3000 કયુસેક પાણી આપવાના વિરોધમાં
144ની કલમ લાગુ: સ્કુલ-કોલેજો આવતીકાલે પણ બંધ
- Advertisement -
કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે કાવેરી જળ વિવાદ સતત વધતો જ જાય છે. કાવેરી નિયામક સમીતી દ્વારા તમિલનાડુને 3000 કયુસેક પાણી છોડવાના આદેશ બાદ કર્ણાટકમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ મામલે આજે કર્ણાટક બંધનું એલાન વિવિધ કિસાન સંગઠનો દ્વારા અપાતા આજે કર્ણાટક બંધ રહ્યું હતું.
#WATCH Karnataka: Members of pro-Kannada organisation stage protest in a unique way over the Cauvery water issue, in Bengaluru. pic.twitter.com/XcgKnKFHPc
— ANI (@ANI) September 29, 2023
- Advertisement -
બંધને લઈને 144ની કલમ લાગુ કરી દેવાઈ હતી. સાથે સાથે શનિવારે માંડયા અને બેંગ્લુરુમાં બધી સ્કુલો અને કોલેજોમાં બંધ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે કાવેરી નિયામક સમીતી દ્વારા તામિલનાડુને 3000 કયુસેક પાણી છોડવાના આદેશ બાદ કર્ણાટકમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અનેક સંગઠનો નારા લગાવી રહ્યા છે.
#WATCH | Karnataka: Police detained members of pro-Kannada organisations, protesting over the Cauvery Water Issue.
(Visuals from Town hall in Bengaluru) pic.twitter.com/Y0l9gbItlW
— ANI (@ANI) September 29, 2023
કે કાવેરી નદી તેમની છે. કર્ણાટક રક્ષણા વેદિકેના કાર્યકર્તાઓએ કાવેરી જળ મુદે રાજયના સાંસદો અને સિદ્ધારમૈયા સરકાર સામે બેંગ્લુરુમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરાયા હતા. દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે કાવેરી જલ નિયામક સમીતી (સીડબલ્યુઆરસી)ના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશું.