કોલસાની ખાણમાં કામ કરતા મજૂરોના જીવ ફરી એક વખત જોખમમાં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન નો ખેલ ફરી એક વખત તંત્રની મીઠી નજર હેઠળ શરૂ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મુળી અને સાયલા ખાતે વર્ષોથી ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન અત્યાર સુધી તો ડરન ઓથ હેઠળ ચાલતો જ હતો પરંતુ હવે ખનિજ માફિયાઓને કોઈનો ડર રાખવાની જાયે નથી કારણ કે હવે જે ગામોમાં ગેરકાયદેસર કોલસા ખનન નો ખેલ શરૂ થયો તેના તલાટીથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધીના વહીવટની વાત પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યો છે. તલાટી, સરપંચ, મામલતદાર, પ્રાંત અધિકારી, પોલીસ સહિત તમામ રૂપિયાના ત્રાજવે તોળાઈ ચૂક્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. અંગત સૂત્રોનું જો માનીએ તો જિલ્લાની મહત્વની શાખામાં માનવામાં આવતી એક બ્રાંચમાં બે વહીવટદારોને માત્ર કોલસાના વહીવટ માટે અધિકારીએ ટ્રાન્સફર આપ્યું છે. ગત વર્ષે ચાલતા કોલસાના ખેલમાં જે વહીવટ દરોની બદલી થઈ ચૂકી હતી તે હવે પોતાના હોમ પીચ પર બેટિંગ માટે પાર્ટ મુકાયા છે એટલે કે વહીવટદારોને ફરીથી પોતાના મનપસંદ જગ્યા પર માટે કોલસાના ગેરકાયદેસર ખનનમાં વહીવટ માટે પરત લાવવામાં આવ્યા છે. ખાસ કરીને થાનગઢ અને મુળી પંથકના કુલ 26 ગામોમાં જેવો જેનો હોદ્દો તે પ્રકારે વહીવટ નક્કી કરી દેવાયો છે અને લગભગ ટૂંક સમયમાં વહીવટ પૂર્ણ પણ કરી દેવાનું જમવા મળી છે. ત્યારે રૂપિયાના જોરે તંત્ર દ્વારા કોલસાના ગેરકાયદેસર ખનનને આપેલી લીલી ઝંડી ન લીધે હવે આ કોલસાની ખાણોમાં કામ કરતા મજૂરોની જિંદગી દાવ પર લાગી છે. જ્યારે આ મજૂરો પણ પોતાનું પેટીયું રડવા માટે જાય તો જે ક્યાં ? તેવી સ્થિતિ છે પરંતુ કોલસાની ખાણોમાં કામ કરતા મજૂરોની ચિંતા કર્યા વગર શિયાળાની ઠંડીમાં ગુલાબી નોટોથી ગજવા ગરમ કરતા અધિકારીઓને લીધે આગામી દિવસોમાં થાન અને મુળી પંથકમાં બે હજારથી વધુ ખુલ્લેઆમ ધમધમતી ખાણમની અંદર કોઈ મોટી દુર્ઘટના થવાથી શ્રમિકોના જીવ જાય તેવી પૂર્ણરૂપે શક્યતાઓ સેવાઈ રહી છે.
- Advertisement -