પ્રથમ વખત અલ્ટ્રા પ્રોસેસડ (જંક) ફુડ અને માનસિક સ્વાસ્થ્યને સંબંધ હોવાનો ખુલાસો: 24 માનસિક માપદંડો પ્રભાવિત થતા હોવાનું તારણ-ડીપ્રેસન લક્ષણો પણ વકરે છે
ખાસ-ખબર સંવાદદાતા
વારંવાર અને વધુ પડતુ જંક-અલ્ટ્રા પ્રોસેસડ ફુડ પડાવાથી વ્યક્તિની માનસિક તંદુરસ્તીને સામાન્ય કરતા ત્રણ ગણુ વધુ નુકશાન થાય છે. કોઈપણ વયજૂથ અને દરેક ભૌગોલિક ક્ષેત્રમાં આ પ્રકારનું સમાન નુકશાન થતુ હોવાના ચોંકાવનારો તારણો નીકળ્યા છે. દિવસમાં અનેકવખત અલ્ટ્રા-પ્રોસેસડ ફુડ ખાનારા લોકોની માનસિક તંદુરસ્તીને નુકશાન થવાનું જોખમ ત્રણ ગણુ વધુ રહે છે. અમેરિકાની સેપિયન લેબ દ્વારા હાથ ધરાયેલા
આ અભ્યાસમાં ભારતના 30000 સહિત વિશ્વના ત્રણ લાખ લોકોને આવરી લેવામાં આવ્યા હતા અને તેમાં જંકફુડ તથા માનસિક તંદુરસ્તીને સીધો સંબંધ હોવાનું તારણ નીકળ્યું છે. ભાગ્યે જ અથવા કયારેય જંકફુડ ન આરોગતા હોય તેની સરખામણીએ નિયમિત-વારંવાર આવો ખોરાક ખાતા લોકોને માનસિક નુકશાન ત્રણ ગણુ વધારે થાય છે.અલ્ટ્રા પ્રોસેસડ ફુડમાં ઔદ્યોગીક ક્ષેત્રે ઉત્પાદીત થતા પેકેજડ નાસ્તા, ચીપ્સ, પ્રોસેસડ ફ્રીંકસ, અનેક ક્ધફેશનરી, ચીજો તથા ઉષ્ણતામાનથી તૈયાર થતી પ્રિપેકેજડ ચીજોનો સમાવેશ થાય છે.
નિષ્ણાંતોએ સરળ-સાદી ભાષામાં એમ કહ્યું કે ઘરના રસોડામાં જે સામગ્રી રહેતી ન હોય અને તેના ઉપયોગ વડે તૈયાર થતો ખોરાક અલ્ટ્રા-પ્રોસેસડ ફુડની વ્યાખ્યામાં આવી જાય છે. ભારતમાં 30000 લોકોને અભ્યાસમાં આવરી લેવામાં આવ્યા હતા. ભારતના તારણો પણ વૈશ્વિક ધોરણના જ રહ્યા છે એટલે જંકફુડથી વિશ્વસ્તરે માનસિક નુકશાન એક સમાન જ છે.નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ભારત માટે ચિંતાની વાત વધુ એટલે છે કારણ કે દેશમાં જંકફુડ- અલ્ટ્રા પ્રોસેસડ ફુડનું માર્કેટ ખૂબ ઝડપથી વિસ્તરી રહ્યું છે.
2011થી 2021ના દાયકામાં રીટેઈલ વેચાણમાં વાર્ષિક ધોરણે 13.37 ટકાનો વધારો હોવાનું વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટમાં કહેવાયુ છે. આવનારા દાયકામાં વપરાશ-વેચાણમાં હજુ વધુ ઝડપે વધારો થવાનો અંદાજ છે. ભુતકાળના અભ્યાસ-સંશોધનોમાં જંકફુડને માત્ર મેદસ્વીતા, હૃદયરોગ તથા ડાયાબીટીસ જેવી બિમારીઓ સાથે સંબંધ હોવાનું દર્શાવાયુ હતું પરંતુ હવે માનસિક તંદુરસ્તીને નુકશાન-ડિપ્રેસન સાથે સંબંધ હોવાનો ખુલાસો થયો છે.
વિશ્વના 26 દેશોમાં હાથ ધરાયેલા આ અભ્યાસમાં અલ્ટ્રા પ્રોસેસડ ફુડ તથા માનસિક તંદુરસ્તીને સંબંધ હોવાથી વિવિધ માપદંડોના આધારે માલુમ પડયું છે. આ પ્રકારના વધુ પડતા ફુડથી ડીપ્રેસનના લક્ષણો વધુ ખતરનાક બનતા હોવાનુ જણાવ્યું હતું. તમામ વયજૂથના લોકોની શિવશક્તિ-લાગણીઓમાં પણ પ્રભાવ પાડે છે. મહત્વની વાત એ છે કે અમીર-ગરીબ, કોઈપણ ઉંમર, રાષ્ટ્રીયતા વગેરેમાં સમાન અસર થાય છે. 18થી24 વર્ષના વયજૂથનો યુવાવર્ગ 45 કે તેથી વધુની ઉંમર ધરાવતા લોકોની સરખામણીએ ડબલ જંગફુડ આરોગે છે.