આજના સમયમાં લોકો કામને લઈને એટલા વ્યસ્ત હોય છે કે તેઓ વધુ પડતાં પેકેજ્ડ ફૂડનું જ સેવન કરે છે. તેમા અમુક એવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.
જો વધુ પ્રમાણમાં તેલયુક્ત ખોરકનું સેવન કરવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે બીમારીઓનું જોખમ વધી જાય છે. આ સાથે પેકેજ્ડ ફૂડનું સેવન ન કરવું જોઈએ. તેમા પામ ઓઇલ હોય છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
- Advertisement -
આજે નાની ઉંમરના લોકોમાં પણ હ્રદય રોગનું જોખમ વધી ગયું છે. તેનું કારણ તણાવ, પૂરતી ઊંઘ ન થવી, કસરત ન કરવી અને સ્વસ્થ આહારનું સેવન ન કરવું વગેરે છે. જો આ બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવે તો હ્રદય રોગ સાથે અન્ય ગંભીર બીમારીઓથી પણ છુટકારો મળી શકે છે. આજના સમયમાં લોકો કામને લઈને એટલા વ્યસ્ત હોય છે કે તેઓ વધુ પડતાં પેકેજ્ડ ફૂડનું જ સેવન કરે છે. તેમા અમુક એવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતનાં જણાવ્યા મુજબ પામ ઓઇલ તેની ઓછી કિંમત અને અનેક ગુણધર્મોને કારણે ખાદ્ય પદાર્થમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે. પરતું તેના સેવનથી શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. જેના કારણે હ્રદય રોગનું જોખમ વધી જાય છે.
પામ ઓઇલના સેવનથી સ્વાસ્થ્યને આ નુકસાન થઈ શકે
- Advertisement -
બિનઆરોગ્યપ્રદ ચરબી
આ પામ ઓઇલમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે. સેચ્યુરેટેડ ફેટ LDL કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે. તેને ખરાબ કોલેસ્ટ્રોલ પણ કહેવામાં આવે છે.
શરીરમાં સોજો વધારે છે
આ તેલમાં એવા સંયોજનો હોય છે, જે શરીરમાં સોજો વધારે છે. જેમ શરીરમાં સોજાનું પ્રમાણ વધે છે, તેમ-તેમ હ્રદય રોગનું જોખમ પણ વધવા લાગે છે. ક્રોનિક સોજો રક્તવહીનીઓને નુકસાન પહોંચાડે છે.
લીવરને નુકસાન
જો વધુ પ્રમાણમાં પામ ઓઇલનું સેવન કરવામાં આવે તો તેનાથી લીવરને નુકસાન થઈ શકે છે. કારણકે લીવરને સેચ્યુરેટેડ ફેટને પચાવવા માટે વધુ સમય લાગે છે.
વજન વધી શકે છે
જે ખોરાકમાં પામ ઓઇલનો ઉપયોગ થાય છે, જો તેને ખાવામાં આવે તો તેનાથી સ્થૂળતા વધી શકે છે. આ સાથે હ્રદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.