વિદેશી મુસાફરે ટ્વીટર પર ફોટા મૂકયા : શરીરને નુકસાન થતા રહી ગયું
બેંગ્લોરથી સાન ફ્રાન્સીસ્કો જતી એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફલાઇટમાં માથ્યુરેસ પોલ નામના મુસાફરના ભોજનમાંથી બ્લેડ મળી આવતા એર ઇન્ડિયાએ આ ભુલ સ્વીકારી માફી માંગી છે.
- Advertisement -
આ મુસાફરે 10 જૂનના રોજ પોલે એકસ પર એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ભોજનમાંથી મળેલા બ્લેડના બે ફોટા શેર કર્યા હતા. તેણે લખ્યું હતું કે, ’એર ઈન્ડિયાનું ફૂડ છરીની જેમ કાપી શકે છે. શેકેલા શક્કરીયા અને અંજીર ચાટમાંથી ધાતુનો ટુકડો મળી આવ્યો હતો, જે બ્લેડ જેવો દેખાતો હતો. થોડી સેકન્ડો માટે ભોજન ચાવ્યા પછી જ મને આ સમજાયું. સદનસીબે મને કોઈ નુકસાન થયું નથી.
જોકે દોષ સંપૂર્ણપણે એર ઈન્ડિયાની કેટરિંગ સેવાનો છે. જો કોઈ બાળકને પીરસવામાં આવતા ભોજનમાં ધાતુનો ટુકડો હોય તો શું? પ્રથમ ફોટો ધાતુનો ટુકડો બતાવે છે જે મેં થૂંક્યો હતો અને બીજો ફોટો મને પીરસવામાં આવેલ ભોજનનો છે. એર ઈન્ડિયાના મુખ્ય ગ્રાહક અનુભવ અધિકારીએ માફી માંગી હતી.
એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે કે, અમારી એક ફ્લાઈટમાં સવાર એક યાત્રીના ભોજનમાં વિદેશી વસ્તુ મળી આવી હતી. તપાસ બાદ જાણવા મળ્યું કે તે અમારા કેટરિંગ પાર્ટનર દ્વારા ઉપયોગમાં લેવાતા વેજીટેબલ પ્રોસેસિંગ મશીનમાંથી આવ્યું હતું. અમે અમારા કેટરિંગ પાર્ટનર્સ સાથે મળીને કામ કર્યું છે.
- Advertisement -
જેથી આવી કોઈપણ ઘટનાઓને રોકવા માટેના પગલાંને મજબૂત બનાવવામાં આવે. આમાં પ્રોસેસરને ઘણી વખત તપાસવાનો સમાવેશ થાય છે, ખાસ કરીને સખત શાકભાજી કાપ્યા પછી.’ અન્ય એક યુઝરે તાજેતરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ પર પોતાનો અનુભવ શેર કર્યો. યુઝરે લખ્યું, ’ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મારા બાળકના ભોજનમાં સલાડ હતું, જેમાં ફૂગ વધી ગઈ હતી. આ દર્શાવે છે કે ફૂડ સ્ટોરેજમાં સમસ્યા છે.