– અન્યને સામાન્ય ચેપ
વિદેશથી લવાયેલા ચિતાના એક પછી એક મોતથી સરકાર તથા વન્યપ્રેમીઓ સ્તબ્ધ છે ત્યારે રેડીયોકોલરને કારણે મોતની આશંકાને પગલે કુનો નેશનલ પાર્કમાં 6 ચિતાના ગળામાંથી રેડિયોકોલર હટાવી દેવામાં આવ્યા હતા અને તે દરમ્યાન બે ચિતામાં ગંભીર ચેપ હોવાનો ખુલાસો થયો છે. મધ્યપ્રદેશના કુનો પાર્કમાં મુક્ત રીતે વિહરતા છ ચિતાના રેડિયોકોલર દુર કરવામાં આવ્યા ત્યારે બેને ગંભીર ચેપ હોવાનું માલુમ પડયુ હતું.
- Advertisement -
જુલાઈની 11 તથા 14મીએ બે ચિતાના મોત બાદ દક્ષિણ આફ્રિકી નિષ્ણાંતોએ રેડિયોકોલર કારણરૂપ હોવાની શંકા દર્શાવી હતી અને તે પછી રેડિયોકોલર દુર કરાયા હતા. આ પુર્વે રાજયના વાઈલ્ડલાઈફ વડા દ્વારા પણ રેડિયોકોલર હટાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. આ ડિવાઈસથી ચિતાને ચેપ લાગતો હોવાનું તારણ દર્શાવાયુ હતું. સૂત્રોના કહેવા પ્રમાણે ગઈકાલે રવિવારે પાવક, આશા, ખીરા, પવન, ગૌમ્ચ તથા શૌર્ય એમ છ ચિતાના રેડિયોકોલર હટાવવામાં આવ્યા હતા
અને ત્યારબાદ તબીબી પરિક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે નામીબીયાના ચિતા ગૌરવ તથા શૌર્યને ગંભીર ચેપ હોવાનું જણાયુ હતું. અન્ય ચારને પણ સામાન્ય ચેપ માલુમ પડયા હતા. વન્ય અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે તમામ ચિતામાં નાના-મોટા ઈન્ફોર્મેશન જણાવ્યા હતા છતાં એકંદરે તમામ તંદુરસ્ત છે. સમગ્ર પ્રક્રિયા માટે નિષ્ણાંતોને ખાસ તેડાવવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે નામીબીયા તથા દક્ષિણ આફ્રિકાથી 20 ચિતા ભારતે મેળવ્યા હતા અને કુનો નેશનલ પાર્કમાં રાખ્યા હતા તેમાંથી અત્યાર સુધીમાં 8ના મોત થઈ ચુકયા છે.