હાઇકોર્ટની આકરી ઝાટકણી છતાં નઘરોળ તંત્ર કામગીરી કરતું નથી
કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ, રૈયા રોડ પર રખડતાં ઢોરોનો ત્રાસ યથાવત્
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, રૈયા રોડ જેવા મુખ્ય માર્ગો પર ફરી રસ્તાની વચ્ચે ઢોર દેખાવા લાગ્યા છે. હાઈકોર્ટે આ મુદ્દે આદેશ જારી કરતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં આવ્યું છે. પરંતુ શેરી ગલીઓમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત છે. શહેરમાં દિવસ દરમિયાન ઢોર રખડે છે તેના કરતા વધુ રાત્રે રોડ પર અડિંગો જમાવેલો હોય છે કારણ કે અમુક પશુપાલકો આખો દિવસ ઢોરને બાંધી રાખીને સાંજ પડતા જ છોડી દે છે જેથી આ ઢોર રોડની આસપાસના ઉકરડાઓ પર જઈને ચરી ખાય છે. રખડતા ઢોરને કારણે રાજકોટમાં એક જ વર્ષમાં એક મોત અને 3ને ઘાયલ કર્યાના બનાવ બન્યા છે. બીજી તરફ અન્ય શહેરોમાં પણ ઘટનાઓ બનતા હાઈકોર્ટે તંત્રનો ઉધડો લીધો હતો. જેને લઈને તંત્ર સક્રિય થયું છે