મવડી એનિમલ હોસ્ટેલના માલધારીએ મનપાની ઢોર પકડ ટીમને ઢોર પકડવા લેખિતમાં અરજી કરી હતી
ઢોર પકડ પાર્ટીની ટીમે ખૂંટીયાને પકડ્યો ત્યારે અન્ય જૂથના માલધારીએ કહ્યું કે, આ મારી માલિકીનો છે 
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીની ટીમને બદનામ કરવાનું કાવતરૂ સામે આવ્યું છે. મવડીમાં આવેલી એનિમલ હોસ્ટેલના માલધારીઓના અંદરો અંદરના ડખ્ખાના કારણે ઢોર પકડ પાર્ટીની ટીમને બદનામ કરવામાં આવી રહી છે. મવડી એનિમલ હોસ્ટેલના એક માલધારીએ ઢોર પકડ પાર્ટીની ટીમને ફોન કરીને જણાવ્યું કે, બહારથી એક ખૂંટીયો હોસ્ટેલમાં આવીને કનડગત કરી રહ્યો છે. ગાય, વાછરડાને હેરાન કરી રહ્યો છે અને દીવાલ પણ તોડી નાખી છે તેને પકડી જાવ. જ્યારે ટીમ આ ઢોરને પકડીને ત્યાંથી ક્ધઝર્વસી ઢોર ડબ્બામાં લઈ ગયા ત્યારે બીજા માલધારીએ ફોન કરીને કહ્યું કે, આ ખૂંટીયો અમારી માલિકીનો છે. જો કે, ખૂંટીયા ઉપર ટેગ ન હતું લગાવ્યુ જેથી ખબર પડે કે માલિકીનો છે કે બિનવારસી છે.
જ્યારે ટીમ પકડવા ગઈ ત્યારે માલધારીએ વીડિયો બનાવીને વાયરલ કર્યો કે, અમારા ઢોરને મનપાની ટીમ પકડી ગઈ છે. વીડિયો વાયરલ થયા બાદ ઢોર પકડ ટીમ વિવાદમાં આવી ગઈ છે તેને એક નોટિસ પણ ફટકારવામાં આવી છે જ્યારે કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવાએ ફરિયાદ સાથે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા શહેરમાંથી ગાયો પકડવા અને ખૂંટીયા પકડવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે પરંતુ આ ટાર્ગેટ પૂરો ન થતા કર્મચારીઓએ નજર દોડાવી એનિમલ હોસ્ટેલમાંથી ખુંટીયો બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. જ્યારે હકીકત સામે આવી હતી કે, ત્યાંથી એક માલધારીએ ખૂંટીયાને પકડવા માટે કહેવામાં આવ્યું હતું.
મવડી એનિમલ હોસ્ટેલના બે જૂથ વચ્ચેના ડખ્ખાનો ભોગ બની ઢોર પકડ પાર્ટીની ટીમ
મનપાની ઢોર પકડ પાર્ટીની ટીમને એનિમલ હોસ્ટેલના માલધારીનો ફોન આવ્યો કે, બહારથી ખૂંટીયો અંદર આવ્યો છે પકડી જાવ



 
                                 
                              
        

 
         
        