મેઇન રોડ અને સિનેમા રોડ પર રખડતા ઢોરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ
ખાસ-ખબર ન્યૂઝ હળવદ
હળવદ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરો અને આખલા રસ્તા પર વાહનજામની સમસ્યાએ શહેરીજનોને ત્રાસ આપ્યો છે, છતાં પાલિકા અને શહેરી તંત્ર નિષ્ક્રિય દેખાઇ રહ્યા છે. બ્રાહ્મણ ભોજન શાળા વાળો રોડ, સરા રોડ થી સંગીતા પાન સુધીના માર્ગો અને સિનેમા રોડ પર રેઢીયાળ ઢોરોનો કાયમી મેળાવડો ચાલી રહ્યો છે.
- Advertisement -
શહેરીજનોના જણાવ્યા પ્રમાણે, ઢોરો રસ્તા પર અડ્ડો લગાવીને બેસી જાય છે, જેના કારણે વાહનો પસાર થવામાં અડચણ આવે છે. ખાદ્ય પદાર્થોની ખેચાખેચી અને ઢોરના શિંગડા ઊભા થવાને કારણે લોકો ઘાયલ થવાની ઘટનાઓ પણ બની છે.
જોકે આ ઢોરોમાં ઘણાં માલિકીના હોવા છતાં તંત્ર એ કેસ પર કોઈ અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. સ્થાનિકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે કડક ગુસ્સો વ્યક્ત કર્યો છે અને હળવદના રસ્તાઓ પર રખડતા ઢોરો દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.