ખાસ-ખબર સંવાદદાતા
ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ પોર્ટુગલમાં આયોજિત વર્લ્ડ યુથ ડે કેથોલિક ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયા હતા. ગઈકાલે પોપ ફ્રાન્સિસે પોર્ટુગલથી રોમ પરત ફરતી વખતે વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરતા એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કેથોલિક ચર્ચ સમલૈંગિકો સહિત સમગ્ર કૠઇઝ સમુદાય માટે ખુલ્લું છે. આધ્યાત્મિકતાના માર્ગ પર તેમનો સાથ આપવો એ આપણી ફરજ છે, પરંતુ આ નિયમોના માળખામાં જ થઈ શકે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે પોપ ફ્રાન્સિસને પૂછ્યું કે પોર્ટુગલની મુલાકાત દરમિયાન તેમણે એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ચર્ચ બધા માટે ખુલ્લું છે, પરંતુ શું તે અસંગત નથી કે સ્ત્રીઓ અને સમલૈંગિકોને અન્ય કરતા કેટલાંક અધિકારો નથી આપવામાં આવતા? તેના જવાબમાં પોપ ફ્રાન્સિસે કહ્યું કે ’ચર્ચ બધા માટે ખુલ્લું છે પરંતુ ચર્ચની અંદરના જીવનને સંચાલિત કરતા કેટલાક નિયમો છે અને તેનું પાલન કરવું જરૂૂરી છે.’
ચર્ચમાં મહિલાઓને પાદરી બનવાની મંજૂરી નથી
પોપ ફ્રાન્સિસે કહ્યું કે ’નિયમો અનુસાર આ લોકો ચર્ચના કેટલાક સંસ્કારોમાં ભાગ લઈ શકતા નથી. તેનો અર્થ એ નથી કે તેમના પર પ્રતિબંધ છે. પોપ ફ્રાન્સિસે કહ્યું કે ચર્ચમાં દરેક વ્યક્તિએ પોતાની રીતે ભગવાનનો સામનો કરવો પડે છે.’ ચર્ચમાં મહિલાઓને પાદરી બનવાની મંજૂરી નથી. તેમજ સમલૈંગિક યુગલોને ચર્ચમાં લગ્ન કરવાની મંજૂરી નથી.
- Advertisement -
પોપ ફ્રાન્સિસે ઘણા સુધારા કર્યા
પોપ ફ્રાન્સિસ ચર્ચોને કૠઇઝ સમુદાય માટે વધુ આવકારદાયક બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. તેમના છેલ્લા 10 વર્ષોના કાર્યકાળ દરમિયાન પોપ ફ્રાન્સિસે ચર્ચમાં ખાસ કરીને વેટિકન સિટીમાં મહિલાઓને વધુ ભૂમિકા આપવાના પગલાં સહિત સંખ્યાબંધ સુધારા કર્યા છે.