બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનથી તબાહી,
- Advertisement -
અત્યાર સુધીમાં 19 લોકોના મોત, અનેક લોકો બન્યા લાપતા
બ્રાઝિલના સાઓ પાઉલો શહેરમાં ભારે વરસાદ બાદ લેન્ડસ્લાઇડ્સે ઘણી તબાહી મચાવી છે. ગત શુક્રવાર સુધીમાં 7 બાળકો સહિત અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. નાગરિકોની સુરક્ષા સાથે સંબંધિત અધિકારીઓએ ગત રવિવારે આ માહિતી આપી છે. પાઉલોના અધિકારીઓનું કહેવું છે કે, 9 લોકો ઘાયલ થયા છે. જ્યારે 4 લોકો ગુમ છે. આ સિવાય 500 જેટલા પરિવારોને તેમનું ઘર છોડવું પડ્યું છે.
સાઓ પાઉલોના ગવર્નર જોઆઓ ડોરિયાએ ગત રવિવારે પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમણે અસરગ્રસ્ત શહેરો માટે કટોકટીની સહાયમાં 15 મિલિયન રેઈસ ($2.79 મિલિયન) મંજૂર કર્યા છે. ફેડરલ સરકારના પ્રાદેશિક વિકાસ મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અત્યારે અરુજા, ફ્રાન્સિસ્કો મોરાટો, એમ્બુ દાસ આર્ટ્સ અને ફ્રાન્કો દા રોચા સો પાઉલોની આસપાસના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં છે.
- Advertisement -
ભારે વરસાદને કારણે મોટું નુકસાન :
અધિકારીઓએ જણાવ્યું કે, વાવાઝોડાએ વર્જીયા પૌલીસ્ટા, કેમ્પો લિમ્પો પોલીસ્ટા, જવ, કેપિવારી, મોન્ટેમોર અને રેફોર્ડને પણ નુકસાન પહોંચાડ્યું છે. ડિસેમ્બરથી, બ્રાઝિલના ઉત્તરપૂર્વીય ભાગમાં સમાન ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે અહીં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આના કારણે મધ્ય પશ્ચિમી પ્રદેશમાં પાકની લણણીમાં વિલંબ થયો છે અને મિનાસ ગેરાઈસ રાજ્યમાં ખાણકામની કામગીરીને થોડા સમય માટે સ્થગિત કરવાની ફરજ પડી છે. કોરોના વાયરસના કારણે પહેલેથી જ ભારે મુશ્કેલીનો સામનો કરી રહેલા બ્રાઝિલમાં આ કમોસમી વરસાદ સતત મુશ્કેલી ઉભી કરી રહ્યો છે.
અનેક લોકોના ઘર પડી ગયા :
સો પાઉલોમાં ભૂસ્ખલન અને પૂર ઉપરાંત નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થતાં વૃક્ષો પડી ગયા, જેના કારણે અનેક લોકોના ઘરોને નુકસાન થયું હતું. અગ્નિશમન વિભાગના જણાવ્યા અનુસાર, અનેક ઘરો ધરાશાયી થવાને કારણે 11 લોકોના મોત થયા છે. તેમના મૃતદેહો કાટમાળમાં ખરાબ રીતે દટાઈ ગયા હતા. ફ્રાન્કો દા રોચાની મ્યુનિસિપાલિટીમાં એક પોલીસ સ્ટેશન અને પુલ ભૂસ્ખલનથી દટાયા હતા. તોફાન વચ્ચે, સો પાઉલો શહેરે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગ રૂપે કોવિડ-19 રસીકરણ ડ્રાઈવ પણ મોકૂફ રાખવાની ફરજ પડી છે.