-સાગરમાં સંત રવિદાસના મંદિર બનાવવા મામલે ખડગેનો કટાક્ષ- ભાજપને ચુંટણી સમયે જ સંત રવિદાસ યાદ આવે છે
મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અત્રે યોજાયેલી એક જાહેરસભામાં કોંગ્રેસ પ્રમુખ ખડગેએ જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનતા જ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે.
- Advertisement -
આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે પુરા જોરશોરથી ભાજપને સતામાંથી બહારનો રસ્તો બતાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ સાથે જ મલ્લિકાર્જુન ખડગે મધ્યપ્રદેશના સાગરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પૂર્વ સીએમ કમલનાથ પણ હાજર હતા. આ દરમિયાન ખડગેએ ઘણી મોટી જાહેરાતો કરી હતી.
ખડગેએ કહ્યું કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ સાગરમાં સંત રવિદાસ જીના નામ પર યુનિવર્સિટી ખોલવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે રાજયમાં કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે.
ખડગેએ સાગરમાં રવિદાસનું મંદિર બનાવવાના મુદે સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ હવે ચુંટણી સમયે સંત રવિદાસને યાદ કરે છે.
- Advertisement -
એક વ્યક્તિ 18 વર્ષથી એમપીમાં શાસન કરે છે. મોદીએ ગુજરાતમાં 13 વર્ષ શાસન કર્યું. દિલ્હીના શાસનને 10 વર્ષ થવા આવી રહ્યા છે તો 24 વર્ષ વીતી ગયા. કોંગ્રેસને કહેવામાં આવે છે કે જયારે મોદીજીએ તેના અડધા વર્ષ સુધી શાસન કર્યું છે. જુઓ ગુજરાતમાં સૌથી પછાત રાજ્ય ગુજરાત છે.