ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.09
સ્પેનના વિશ્વ નંબર-2 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન 2025 (ઋયિક્ષભવ ઘાયક્ષ 2025)માં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. રવિવારે (આઠમી જૂન) રોલેન્ડ ગેરોસના ફિલિપ ચેટિયર કોર્ટ ખાતે રમાયેલી ફાઈનલમાં કાર્લોસ અલ્કારાઝે વિશ્વ નંબર-1 જેનિક સિનરને 4-6, 6-7 (4), 6-4, 7-6 (3), 7-6 (2)થી હરાવ્યો. અલ્કારાઝે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપનમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. આ ઉપરાંત ઈટાલીના સિનરનું ફ્રેન્ચ ઓપન જીતવાનું સ્વપ્ન આ વર્ષે પૂર્ણ થઈ શક્યું નહીં. સિનર પહેલીવાર ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પહોંચ્યો હતો.પહેલા ચાર સેટમાં બન્ને સર્વોત્તમ ખેલાડીએ ટાઈ-બ્રેકથી એક-એક સેટ જીતી લીધો હતો.
- Advertisement -
પ્રથમ-બીજો સેટ જેનિક સિનરે અને ત્રીજો-ચોથો સેટ કાર્લોસ અલ્કારાઝે જીતી લેતાં મુકાબલો પાંચમા અને નિર્ણાયક સેટ સુધી ખેંચાયો હતો. અંતિમ સેટમાં પણ અલ્કારાઝે ટાઈ-બ્રેકમાં 10-2થી રોમાંચક જીત મેળવી હતી.ઉલ્લેખનીય છે કે,જેનિક સિનર તેની સતત પાંચમી મેચ કાર્લોસ અલ્કારાઝ સામે હારી ગયો સિનર સામે આ અલ્કારાઝનો સતત પાંચમો વિજય હતો. તેણે ગયા મહિને રોમ માસ્ટર્સની ફાઈનલમાં સિનરને પણ હરાવ્યો હતો. અત્યાર સુધીમાં બંને વચ્ચે 12 મેચ રમાઈ છે, જેમાંથી અલ્કારાઝે 8 મેચ જીતી છે.
ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી ફાઇનલ
કાર્લોસ અલ્કારાઝ અને જેનિક સિનર વચ્ચેની આ ફાઇનલ 5 કલાક અને 29 મિનિટ ચાલી હતી. ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં આ સૌથી લાંબી ફાઇનલ હતી. જેમાં 22 વર્ષીય કાર્લોસ અલ્કારાઝના કરિયરનો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ હતો. તેમણે અત્યાર સુધીમાં બે વિમ્બલ્ડન (2023, 2024), બે ફ્રેન્ચ ઓપન (2024, 2025) અને એક યુએસ ઓપન (2022) ટાઈટલ જીત્યા છે.