પ્રભાવશાળી લોકો પર હુમલા થયા છે અને તેઓએ કરેલા પણ છે. ઘણાં પોપ સ્ટાર, ગાયક-અભિનેતાએ જેલના સળિયા ગણેલા છે. ચૂક એટલી જ કે તેઓએ એવું કૈક વર્ત્યું જે કદાચ તેમની ઙછ ટીમ કે તેમના શુભચિંતકોએ ન સુજવ્યું હોત. પંજાબ અને અમેરિકા તથા બીજા પ્રદેશોમાં ગેંગ વોર થાય છે. આપણાં ત્યાં સામાજિક ટકરાવ. કારણ કે આપણું રાજ્ય જાતિવાદથી પ્રભાવિત છે.
સોશિયલ મીડિયા ઈંક્ષરહીયક્ષભયિ અલગ-અલગ માધ્યમથી લોકોને પ્રભાવિત કરતા હોય છે. કોઈક ફિા ગાઈ, કોઈક રિલ બનાવી કાં તો ડાયરા કહીને. દેવાયત ખવડવાળી બબાલનું એનાલીસિસ કર્યું ત્યારે જાણ્યું કે યુવા પેઢીનો એક મોટો વર્ગ દેવાયત ખવડને ફોલો કરે છે. આજે દેવાયત ખવડ સામે ક્ષત્રિય સમાજ વિરોધમાં ઉતર્યો છે. 72 કલાકથી વધારે સમય થયો હોવા છતાં પોલીસ તેમને શોધી શકી નથી, તેમના ઘરે તાળું છે. દેવાયતે ડાયરામાં બોલેલા એના જ શબ્દો: “ઋઈંછથી ના બિવવું”, “સામી છાતી એ લડી લેવું.” જેવી વિડિયો ક્લિપ કાઉન્ટર એટેક તરીકે ક્ષત્રિય સમાજના ઘણા યુવાનો મૂકી રહ્યા છે. તેની સામે દેવાયત ખવડના પ્રશંસકો તેમના બચાવમાં ઉતર્યા છે, દેવાયતનો પક્ષ રજૂ કરી રહ્યા છે. ઋ.ઈં.છ. કરનાર મયુરસિંહ ઇન્ટરવ્યૂમાં કહે છે: “મેં દેવાયત ખવડને ગાળો બોલી છે, તો તેના પર પોલીસ પગલાં લેશે, એ કાનૂન હાથમાં ના ઉઠાવી શકે.” સામે મયુરસિંહનું એક જૂનું ઈન્સ્ટાગ્રામ લાઈવ વિડિયો ફરી રહ્યો છે. જેમાં તેઓ ગાળો બોલી કહી રહ્યા છે: “ઇને (દેવાયતને) ઘરમાંથી કાઢીને મારેલો.” દેવાયત પર જે કેસ થયો છે એમાં તેમનો ગુનો કેટલો છે એ જણાવવુ મુશ્કેલ છે પણ દેવાયતભાઈને એક મોટો યુવાવર્ગ સાંભળે છે. ઘણા ડાયરાની વાતો જુસ્સાવાળી, સાહસિક, મર્દાનગી અને ફશિિીંંમયની હોય છે. ડાયરામાંથી એક-બે સારી વાતો પણ મળે છે મધ્યસ્થ બુદ્ધિમતા ધરાવતો વર્ગ બહોળો છે. એવા યુવાન-યુવતીઓ દીર્ઘ તર્ક કર્યા વિના અથવા સાચું જ્ઞાન મેળવ્યા વગર ડાયરામાં જે કહે તેનાથી પ્રભાવિત થઈ જતાં હોય છે. “ઋઈંછ થાય તો થઈ જાતી”, “વાર તો સામી છાતીએ જ થાય” જેવી હિંસક ટિપ્પણીઓ જાહેર ડાયરામાં સારો પ્રભાવ નથી પાડતી, યુવાનોને ગેરમાર્ગે દોરે છે. દેવાયત ખવડ ફક્ત લોક ગાયક જ નથી રહ્યા તેમના શબ્દોથી લોકો પ્રભાવિત થાય છે અને અનુકરણ પણ કરે છે, તેઓ જે લેવલ પર પહોંચ્યા છે ત્યાં ટક્યા રહેવા ઉશ્કેરાઈ જઈ મારામારી કરવી તેમના કરિયર માટે વાજિદ સાબિત થતી નથી. ઉપર પહોંચવું અઘરું છે અને એનાથી પણ અઘરું છે ત્યાં ટક્યા રહેવું. દેવાયતભાઈનું આ પગલું એમના કરિયરનું પતન કરશે કે ઉદય? કહેવું મુશ્કેલ છે. દેવાયત ખવડ પાસે એવી ટીમ નથી, જે એમને કાયદાકીય અને સામાજિક સલાહ આપે કે શું બોલવું અને શું નહીં. જો એવી ટીમ બનાવે તો આગળ જતાં માફી માંગતા વિડિયો નહીં મુકવા પડે. સમાજની એકતા અને શાંતિના નામ પર આવી માથાકૂટમાં મોટાભાગે સમાધાન થતું હોય છે. જેના ભાગરૂપે બંને પક્ષને કશુંક વળતર મળતું હોય છે.
- Advertisement -
અલગ અલગ અભિપ્રાય હોવાથી ફિા ગાયક ગેંગ વોરનો ભાગ બન્યા છે અને જીવ ગુમાવ્યો છે. મરતા પહેલા તે ગાયકોને પસંદ કરનાર વર્ગ રોકડ રકમ જેવો અસલી હતો. જે એમના માટે બધી વખતે કામ આવે. તસવીરમાં પ્રથમ વ્યક્તિનું નામ તુપક શાકુર છે. જેમનું સ્ટેજ નામ ટૂપેક છે. તેમણે ગાયેલા ગીતો યુવાનોને રોમાંચિત કરી મુકતા. ટુપેકના ગીતોમાં ક્રાંતિકારી વિચારધારા હતી. તેઓ વાસ્તવિક જીવનની તકલીફોને વાચા આપતા. તેની સામે ગીતમાં તેઓ ડ્રગ્સ અને નશા કરતા પણ જોવા મળતા. તેઓ અમેરિકન રેપર હતા અને નાઇજિરિયન સમુદાયની એક ગેંગનો ભાગ હતા. લાસ વેગાસના એક ક્લબમાં અન્ય ગેંગ સાથેની અથડામણમાં તેઓ પર એટેક થાય છે અને પાંચ ગોળી એક ગેંગસ્ટર તેમને મારી ફરાર થાય છે. વારદાત પર પોલીસ આવે છે ત્યારે ટુપેક પાસે થોડા શ્વાસ બાકી હતા. ટુપેક તેના આખરી શબ્દો પોલીસ અફસરના કાનમાં કહે છે અને આ ધરતી પરથી વિદાય લે છે. ટુપેકના આખરી શબ્દો શું હતા? પોલીસને પૂછવામાં આવતા, નિવેદનમાં જણાવે છે: “ઋ*ઈઊં ઢઘઞ!” બસ, આટલું કહીને ટુપેક સદીના સૌથી મહાન રેપર બની ગયા, આજે પણ ટુપેકને “લેજેન્ડ” તરીકે યાદ કરવામાં આવે છે.
થોડા સમય પહેલા સીધુ મુસેવાલા નામના પંજાબી રેપરની પણ ગેંગ વોરમાં હત્યા થઈ હતી. સીધુના ગીતોમાં તેની સ્ટાઈલ, હાથની સંજ્ઞા, ગીતના બોલ બધું ક્રાંતિકારી, માફિયા અને ખાલિસ્તાન પ્રણાલીના સંદર્ભમાં હતું. તેમના ગીતોમાં તેઓ હિંસા અને ડ્રગ્સને પ્રોત્સાહન આપતા જોવા મળતા. જે તેમના ખૂન માટે કારણભૂત બને છે. સીધુની હત્યાથી દેશ ચોંકી ગયો હતો અને જે તેમને ન હતા જાણતા એ પણ જાણવા લાગ્યા. મર્યા બાદ તેમના ચાહક વધ્યા. સીધુની પગ ટકોરી, હાથ ઉપર કરી આંગળી દેખાડવાની સંજ્ઞા ઐતિહાસિક બની ગઈ. તેમની ચિતા સળગતી હતી ત્યારે પિતા પાઘડી ઉતારી હજારો જનસમૂહ સામે રડી પડ્યા હતા. એ વીડિયોએ ઇન્ટરનેટ પર લોકોને ભાવુક કરી દીધા હતા. કથિત રીતે સીધુ મુસેવાલા ખાલિસ્તાન ચળવળને સમર્થન આપતા હતા.
ત્રણેય કલાકારની અંદર રહેલી ગુનેગારવૃત્તિ તેમના આર્ટ ફોર્મમાં છતી થાય છે. ઘણાં લોકોને આવું બધું કરવું/જોવું ગમે છે. કેટલી બેફિકરીથી ગુના કરે છે અને પોતાની મોજમાં હરે-ફરે છે અને જલસા કરે છે. યુવકો વિચારે અમે આટલું ભણીએ, કામ કરીએ તો પણ આવા રોફથી જીવી નથી શકતા અને આ કલાકારો ફક્ત ગીત ગાઈને કે રીલ બનાવી અઢળક પૈસા અને નામના કમાય છે. ત્યારે યુવાનને પોતાનું કાર્ય અને સમસ્યા મામૂલી લાગે છે. નિરર્થક હોવાની ભાવના જન્મે છે. જ્યારે કળામાં સાચા મુદ્દાઓ અને સમસ્યાઓ રજૂ કરવામાં આવે ત્યારે કલાકાર પર જવાબદારી આવે છે કે પોતાની ઇમેજ અને પોતાની વાત સાફ રાખે. નહીંતર તેમના અનુયાયીઓ ગેરમાર્ગે દોરાય શકે છે. આ વાત દરેક શક્ષરહીયક્ષભયિ અને લોકપ્રિય હસ્તી પર લાગૂ પડે છે. અર્થાત એમ નહીં કે સર્વોત્તમ અને સાચા હોવાનો પ્રયત્ન કરવો. એવું શક્ય નથી પણ આ કલાકારોના એક્શન અને મૂલ્યોમાં વિરોધાભાસ દેખાય આવે છે. બધું બ્લેક કે વ્હાઈટ નથી. ગ્રે હોય છે. તો એ તટસ્થીકરણની આસપાસ દેખાય ત્યારે માણસની છાપ તેના બાદ પણ લાંબા ગાળા સુધી રહે છે.
- Advertisement -
-કીર્તિદેવ (સૌજન્ય : ફેસબૂક)