-કાર વેચાણ ગત વર્ષની આ સમયગાળાની સરખામણીમાં 16% વધ્યું: ટુવ્હીલર માંગ પણ ઉછળી
સમગ્ર દેશે દિપાવલી મુડ બનાવી લીધો છે અને તેનો સંકેત નવરાત્રીના પ્રથમ નવ દિવસ તથા બાદમાં ગઈકાલે દશેરાના દિને જે રીતે લકઝરી ખરીદી થઈ તેનાથી હવે આગામી 15 દિવસમાં શોપીંગની અફડાતફડી દેખાશે તે નિશ્ચિત છે. ખાસ કરીને લોકોએ કોવિડ કાળ બાદ પ્રથમ વખત જેને વધારાના ખર્ચ કરી શકાય તેવી સ્વૈચ્છીક અથવા તો પસંદગીની ખરીદી વધી છે.
- Advertisement -
મોંઘી સાથે મીડલેવલની એસયુવી-કાર, સ્માર્ટફોન, ટીવી અને અન્ય ઘરેલું ખરીદીએ નવો રેકોર્ડ બનાવવા ભણી ડગ માંડયા છે. દિપાવલીના તહેવારોથી 40-50% ખરીદી આ માસના પ્રથમ પખવાડીયામાં ખાસ કરીને નવરાત્રીથી દશેરા સુધીમાં થઈ ગઈ છે.
હવે દિવાળીની ખરીદીનો બીજો તબકકો શરૂ થશે. આ વર્ષે દિપાવલી 12 નવેમ્બરના રોજ છે અને તેથી ગ્રાહક ડીમાન્ડ પણ લાંબી ચાલશે. દેશમાં હવે ઈ-કોમર્સની સાથે સ્થાનિક બજારમાં પણ ખરીદીની પુછપરછ વધી છે અને તેથીજ જીયો માર્ટ, એમેઝોન, ફલીપકાર્ટ વિ. એ તેની ફેસ્ટીવલ સીઝન વહેલી શરુ કરી છે. સૌથી મહત્વનું એ છે કે શ્રાદ્ધમાં પણ ઓફલાઈન માર્કેટ એટલે કે બજારોમાં ખરીદી જોવા મળી હતી.
અનેક કારણોસર છેલ્લા બે વર્ષમાં કારના અનેક મોડેલની સંખ્યા પર અસર હતી. હવે કાર કંપનીઓએ તેનું ‘સાટુ’ વાળવા જેવી સ્થિતિ બનાવી છે. મોબાઈલ ફોન માર્કેટ ટ્રેકર કાઉન્ટર પોઈન્ટ રીસર્ચના અંદાજ મુજબ ગત વર્ષની સરખામણીમાં સ્માર્ટફોન વેચાણ 4-5% વધ્યુ છે અને હવે તે 20%થી વધી જશે. રૂા.15000 કે તેથી ઉંચા મોડેલની ડિમાન્ડ વધી છે.
- Advertisement -
ટેલીવિઝનમાં 65 ઈંચ કે તેથી મોટા મોડેલની માંગ છે. એલજીએ તેના ગત વર્ષ કરતા તેનો વેચાણ અંદાજ ડબલ રાખ્યો છે. આ વર્ષે સૌથી રસપ્રદ બાબત એ છે કે ક્રિકેટ વર્લ્ડકપ દિપાવલી સમયે જ ભારતમાં રમાઈ રહ્યો છે તેથી કંપનીઓને તેના નવા મોડેલ રજૂ કરવાની એક ‘સોનેરી તક’ મળી છે. કાર વેચાણ ગત વર્ષના ઓકટોબર કરતા 16% વધી ગયુ છે. દ્વીચક્રી વાહનોનું વેચાણ 20% વધ્યુ છે જે દર્શાવે છે કે રીકવરી ઝડપી બની છે. કાર નિર્માતા મારૂતી સુઝુકીએ નવ જ દિવસમાં 1 લાખ કારની ડીલીવરી કરી અને કુલ 2.20 લાખ કાર આ નવ દિવસમાં વેચાઈ હતી.
હુંડાઈએ આ ગાળામાં 30000 કારની ડીલીવરી કરી હતી કે એન્ટ્રીલેવલમાં ડિમાન્ડથી જેના કારણે તમો હવે ડિસ્કાઉન્ટ પ્રમોશન કરવા પડયા છે. આ સ્થિતિ દશેરાની હતી હવે ધનતેરસના માટે બુકીંગ શરુ થયા છે. હવે આગામી માસથી માર્કેટમાં આવશે તે પછી વધુ ખરીદી જોવાની થાય છે.