ગોલ્ડન, સિલ્વર નંબર માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નવી મોટર કાર પ્રકારના વાહનો માટેની સિરિઝ જી.જે. 03 એન.પી. તથા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે સિરિઝ જી.જે. 03 એન.આર.ની પુન: હરરાજી 17મી સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. ઉપરોક્ત બંને સિરિઝ તેમજ અગાઉની સિરિઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે ઈચ્છુક વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કર્યા બાદ, વિિંાં://ાફશિદફવફક્ષ.લજ્ઞદ.શક્ષ/રફક્ષભુ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને રિ-ઓક્શન (પુન: હરરાજી)માં ભાગ લઈ શકશે. રિ-ઓક્શનમાં ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે 17મી સપ્ટેમ્બરે સાંજ 4થી 19મી સપ્ટેમ્બરે સાંજે 4 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. 19મી સપ્ટેમ્બરે સાંજે 4.01 કલાકથી 21મી સપ્ટેમ્બરના સાંજે 4 કલાક સુધી ઓનલાઈન ઓક્શનમાં બિડિંગ પૂર્ણ થયા બાદ 21મીએ સાંજે 4.15ના રોજ પરિણામ ઓનલાઈન જાહેર થશે. વાહન વેચાણની તારીખથી સાત દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ભરવું ફરજીયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહીં.