-SUV કાર રોડ કિનારે પાર્ક કરેલા ટેન્કર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો
કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં ગુરુવારે સવારે એક મોટા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહીં એક SUV કાર રોડ કિનારે પાર્ક કરેલા ટેન્કર સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે આ દર્દનાક અકસ્માતમાં કારમાં સવાર 12 લોકોના મોત થયા છે. આ તરફ અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
- Advertisement -
કર્ણાટકના ચિક્કાબલ્લાપુર શહેરના જિલ્લા મુખ્યાલયની સીમમાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું કે, એસયુવી બાગેપલ્લીથી ચિક્કાબલ્લાપુર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે રસ્તા પર ઉભેલા ટેન્કરને ટક્કર મારી હતી. જેના પરિણામે ચાર મહિલાઓ સહિત 12 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. તેની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
#WATCH | UPDATE | Karnataka | Death toll in Chikkaballapur road accident rises to 12. Among the deceased are 9 men and 3 women. Visuals from the hospital. https://t.co/hy6d8WKBPF pic.twitter.com/Ev1qZ5fFbP
— ANI (@ANI) October 26, 2023
- Advertisement -
નોંધનીય છે કે, આ પહેલા ઓડિશાના નુઆપાડા જિલ્લામાં બુધવારે વહેલી સવારે દશેરાની ઉજવણી કરીને પરત ફરી રહેલા લોકોની બાઈક એકબીજા સાથે અથડાઈ હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. ખારિયારના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) અરૂપ અભિષેક બેહેરાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ ઓડિશા જિલ્લામાં રાજપુર નજીક બીજુ એક્સપ્રેસ વે પર સવારે 1.30 થી 2 વાગ્યાની વચ્ચે અકસ્માત થયો હતો.