ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તરપ્રદેશના વારાણસીમાં આજે સવારે આશરે 7 વાગ્યે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. તેમાં એક જ પરિવારના 8 લોકોના મોત ના અહેવાલથી સન્નાટો પ્રસરી ગયો છે. ફક્ત એક ત્રણ વર્ષનું બાળક જ ગંભીર રીતે ઘાયલ થયો હતો જેનો જીવ બચી ગયો છે. હોસ્પિટલમાં હાલ તે સારવાર હેઠળ છે. આ માર્ગ અકસ્માત ફૂલપુર પોલીસ સ્ટેશનના કરખિયાવમાં તે સમયે સર્જાયો હતો જ્યારે એક પૂરપાટ ઝડપે દોડતી કાર ટ્રક સાથે ધડાકાભેર ભટકાઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તમામ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. સાથે જ તેમના અન્ય પરિજનોને જાણ કરવામાં આવી હતી. તમામ પીડિતો પીલિભીતના રહેવાશી હતા. આ લોકો કાશી વિશ્ર્વનાથ દર્શન કર્યા બાદ વારાણસીથી જોનપુર જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં થયેલા આ ભીષણ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ દિવંગત આત્માની શાંતિની કામના કરતાં તેમના પરિજનો અંગે સંવેદના વ્યક્ત કરી હતી.