ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ દિલ્હી કેપિટલ્સના નવા ડાયરેક્ટર ઑફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ રિષભ પંતને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટર રિષભ પંત હવે આગામી આઈપીએલ સિઝન નહીં રમી શકે.
રિષભ પંત હવે આગામી આઈપીએલ સિઝન નહીં રમી શકે: સૌરવ ગાંગુલી
- Advertisement -
પંત હવે આઈપીએલ 2023માં નહીં રમી શકે. આ વાતનો ખુલાસો બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ખુલાસો કર્યો છે. મહત્વનું છે કે બીસીસીઆઈ અધ્યક્ષ પદ પરથી હટ્યા બાદ ગાંગુલી હવે આઈપીએલમાં નવી જવાબદારી માટે તૈયાર છે. આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સે સૌરવ ગાંગુલીને પોતાના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ બનાવ્યાં છે.
રિષભ પંતની ઈજાથી દિલ્હી ટીમ પ્રભાવિત થઇ
ગાંગુલીએ કોલકત્તામાં રિપોર્ટર સાથે વાતચીત કરતા રિષભ પંતને લઇને અપડેટ આપી. રિષભ પંત આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી કેપ્ટનશિપ પણ કરી રહ્યાં છે. એવામાં ગાંગુલીએ પંતને લઇને કહ્યું, પંતને સાજા થવામાં અત્યારે સમય લાગશે. અમે તેમાં કશુ કરી શકીશુ નહીં. આ એક અકસ્માત છે. તે અત્યારે માત્ર 23 વર્ષનો છે. તેમની પાસે હજી ઘણો સમય છે. હું દિલ્હી કેપિટલ્સ ટીમની સાથે સંપર્કમાં છુ. આ એક શાનદાર આઈપીએલ થવા જઇ રહી છે. અમે તેમાં સારું કરીશુ. રિષભ પંતની ઈજાથી દિલ્હી ટીમ પ્રભાવિત થઇ છે.
- Advertisement -
ભારતીય ટીમમાં પણ નહોતી થઇ પસંદગી
ઉલ્લેખનીય છે કે રિષભ પંતનો અકસ્માત થયો હોવાથી શ્રીલંકાની સામે ટી20 અને વન-ડે સીરીઝ માટે ભારતીય ટીમમાં પસંદગી નહોતી થઇ. બીસીસીઆઈએ પંતને સાજા થવા માટે બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં જવા માટે કહ્યું હતુ. પરંતુ તેની પહેલા તે ક્રિસમસ મનાવવા માટે દુબઈ ગયા હતા. અહીં તેમણે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે ક્રિસમસ સેલિબ્રેટ કર્યો હતો.