ખાસ-ખબર ન્યૂઝ ઈં મુંબઇ, તા.26
ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (ખઈં)ને તેની પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે ભૂતપૂર્વ ખઈં કેપ્ટન રોહિત શર્માને ફિલ્ડિંગ પોઝિશન કહી રહ્યો છે અને રોહિત અહીં-ત્યાં દોડતો જોવા મળી રહ્યો છે.
- Advertisement -
આ પછી ફેન્સે સોશિયલ મીડિયા પર હાર્દિકની નોંધ લીધી અને તેને ખૂબ ટ્રોલ કર્યો. આ પહેલા કેટલાક ફેન્સ સ્ટેડિયમમાં તેના નામની બૂમો પાડતા પણ જોવા મળ્યા હતા. તેમજ ચાહકો રોહિતના સમર્થનમાં પોસ્ટર સાથે સ્ટેડિયમ પહોંચ્યા હતા. જેના પર ’રોહિત શર્મા કેપ્ટન ફોરએવર’ અને ’મુંબઈ ચા રાજા રોહિત શર્મા’ જેવા સ્લોગન લખેલા હતા. ipl2024 સિઝનમાં હાર્દિક પંડ્યાને ખઈંના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
પંડ્યાએ રોહિતને ફિલ્ડિંગ માટે બાઉન્ડરી પર ઊભો રાખ્યો
ગુજરાતની ઇનિંગની છેલ્લી ઓવરમાં પંડ્યાએ ગેરાલ્ડ કોત્ઝીને બોલ સોંપ્યો હતો. આ દરમિયાન પંડ્યાએ રોહિતને બાઉન્ડરી પર જવાનો ઈશારો કર્યો હતો. આના પર રોહિતે ઈશારો કર્યો કે હું જાઉં?, જે બાદ પંડ્યાએ સ્પષ્ટ કર્યું કે હા જા… આ પછી, રોહિત ફિલ્ડિંગ માટે લોંગ-ઓન તરફ જાય છે અને ત્યાં ઊભો રહે છે. બાઉન્ડરી પર ગયા પછી પણ પંડ્યા 2 થી 3 વખત રોહિતને તેની જગ્યાએથી ખસાડે છે.