આ કાર્યક્રમનો ઉદ્દેશ ઊર્જા બચત, કાર્યક્ષમતા વધારવા અને ઊર્જા વ્યવસ્થાપન સુધારવાનો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બ્યુરો ઑફ એનર્જી એફિશિયન્સીના મ્યુનિસિપલ ઉજખ પ્રોગ્રામ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા(ઈંઅજ)ના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે એક દિવસીય કેપિસિટી બિલ્ડીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ (ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ) પ્રોગ્રામ હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારોમાં ઊર્જા બચત, કાર્યક્ષમતા વધારવા અને ઊર્જા વ્યવસ્થાપન સુધારવાનો છે. ઊર્જા સંરક્ષણ અને ટકાઉ વિકાસના લક્ષ્યોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમ જેડા, રાજકોટ મહાનગરપાલિકા અને ઇકો એનર્જી સોલ્યુશનના સંયુક્ત સહયોગથી યોજવામાં આવ્યો હતો.
શહેરમાં ઊર્જા કાર્યક્ષમતાના અમલ પ્રત્યે છખઈની પ્રતિબદ્ધતા દર્શાવતા, આ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી. તેમાં રાજકોટ મહાનગરપાલિકાનાં ડે.કમિશનર મહેશ જાની, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસીએશનનાં પ્રમુખશ્રી અમૃતભાઈ ગઢીયા, રાજકોટ ચેમબર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીનાં સેક્રેટરી નૌતમભાઈ બારસિયા, સિટી એન્જિનીયર બી.ડી. જીવાણી, ઇ.ચા. સિટી એન્જિનીયર જે.ડી. કુકડીયા, ઇકો એનર્જી સોલ્યુશનના કૃણાલ શાહ તથા આર.એન.પંડયા તેમજ મહાનગરપાલિકાનાં ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વિભાગના એન્જિનિયરો મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા.